Not Set/ દેવેન્દ્ર ફડનવીસ વિરુદ્ધ હત્યાની સાઝીશ: મળી માઓવાદીઓની ચિઠ્ઠી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાજીવ ગાંધીની હત્યા જેવી પ્લાનિંગના ખુલાસા બાદ, હવે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસને પણ ધમકીભરી ચિઠ્ઠી મળી છે. મહારાષ્ટ્ર સીએમની ઓફીસના એડ્રેસ પર માઓવાદીઓની બે ચિઠ્ઠી આવી છે. ચિઠ્ઠીમાં દેવેન્દ્ર ફડનવીસ અને એમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ખુલાસો થયો છે. મહારાષ્ટ્ર ગૃહ મંત્રાલયના સુત્રોના જણાવ્યા મુજબ આ ચિઠ્ઠીઓમાં ગઢચીરૌલી એન્કાઉન્ટરનો […]

Top Stories India
631788 devendra fadnavis1 દેવેન્દ્ર ફડનવીસ વિરુદ્ધ હત્યાની સાઝીશ: મળી માઓવાદીઓની ચિઠ્ઠી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાજીવ ગાંધીની હત્યા જેવી પ્લાનિંગના ખુલાસા બાદ, હવે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસને પણ ધમકીભરી ચિઠ્ઠી મળી છે. મહારાષ્ટ્ર સીએમની ઓફીસના એડ્રેસ પર માઓવાદીઓની બે ચિઠ્ઠી આવી છે. ચિઠ્ઠીમાં દેવેન્દ્ર ફડનવીસ અને એમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ખુલાસો થયો છે.

287824 1 11 2014 wan gh9 o દેવેન્દ્ર ફડનવીસ વિરુદ્ધ હત્યાની સાઝીશ: મળી માઓવાદીઓની ચિઠ્ઠી

મહારાષ્ટ્ર ગૃહ મંત્રાલયના સુત્રોના જણાવ્યા મુજબ આ ચિઠ્ઠીઓમાં ગઢચીરૌલી એન્કાઉન્ટરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં 38 માઓવાદીઓને ઢેર કરી દેવામાં આવ્યા હતા. બંને ચિઠ્ઠીઓ મળ્યા બાદ સીએમ આવાસ અને સીએમ ઓફીસ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે બંને ચિઠ્ઠી પોલીસને સોંપી દીધી છે, મામલાની તપાસ ચાલી રહી છે.

આ બંને ચિઠ્ઠીઓ પાંચ પાનાની છે અને  મે 2018માં લખવામાં આવી છે. પીપલ્સ લીબરેશન આર્મીએ આ ચિઠ્ઠીઓમાં હાલમાં થયેલા એનકાઉન્ટરનો પણ ઉલ્લેખ કર્યો છે. ખાસ કરીને ગઢચીરૌલી જેવા એનકાઉન્ટર વિશે લખવામાં આવ્યું છે. ચિઠ્ઠીમાં  લખવામાં આવ્યું છે કે આ એનકાઉન્ટરના કારણે સંગઠનને ઘણું નુકસાન થયું છે.

modi magnetic convergence opening ceremony maharashtra 2018 7349b0ca 14e2 11e8 ba0b 8cab410cbd95 દેવેન્દ્ર ફડનવીસ વિરુદ્ધ હત્યાની સાઝીશ: મળી માઓવાદીઓની ચિઠ્ઠી

જણાવી દઈએ કે આ પહેલા પીએમ મોદીને લઈને પણ આવી એક ચિઠ્ઠી સામે આવી છે. હકીકતમાં પુણે પોલીસે શુક્રવારે કોરેગામ હિંસા સાથે સંબંધ રાખવા વાળા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપ છે કે આરોપીઓનો પ્રતિબંધિત ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(માઓવાદી) સાથે સંબંધ છે. પોલીસને આરોપીઓમાંથી એક ના  ઘરે ચિઠ્ઠી મળી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માઓવાદી રાજીવ ગાંધી હત્યાકાંડ જેવી સાઝીશ કરી રહ્યા છે.