Not Set/ તમિલનાડુના જંગલમાં ભીષણ આગ, ૯ ના મોત, એરફોર્સ કમાન્ડોએ શરુ કર્યું રેસ્ક્યુ

ચેન્નાઈ તમિલનાડુના ચેન્નાઈ શહેરમાં આવેલું  થેની જીલ્લામાં જંગલમાં રવિવારે ભીષણ આગ લાગવાને લીધે આગની જપેટમાં આવી જતા ૯ પર્વતારોહ્કોના મૃત્યુ થયા છે. આ ૯ વ્યક્તિમાં ચાર પુરુષ, ચાર મહિલા અને ૧ બાળકનો સમાવેશ થાય છે. જયારે બાકીના ૨૭ લોકોને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બચાવવામાં આવ્યા છે. બચાવેલા ૨૭ લોકોમાં ૧૦ લોકો ગંભીર રીતે હાલ જખમી છે. […]

Top Stories
tamilnadu forest fire તમિલનાડુના જંગલમાં ભીષણ આગ, ૯ ના મોત, એરફોર્સ કમાન્ડોએ શરુ કર્યું રેસ્ક્યુ

ચેન્નાઈ

તમિલનાડુના ચેન્નાઈ શહેરમાં આવેલું  થેની જીલ્લામાં જંગલમાં રવિવારે ભીષણ આગ લાગવાને લીધે આગની જપેટમાં આવી જતા ૯ પર્વતારોહ્કોના મૃત્યુ થયા છે. આ ૯ વ્યક્તિમાં ચાર પુરુષ, ચાર મહિલા અને ૧ બાળકનો સમાવેશ થાય છે. જયારે બાકીના ૨૭ લોકોને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બચાવવામાં આવ્યા છે.

બચાવેલા ૨૭ લોકોમાં ૧૦ લોકો ગંભીર રીતે હાલ જખમી છે. મૃતકોમાંથી ૬ જણા ચેન્નાઈ અને બાકીના ૩ ઈરોડના રહેવાસી છે. બચાવેલા ૫ લોકોને થેનીની મેડીકલ કોલેજમાં દાખલ કર્યા છે અને બીજા ૮ લોકોને મદુરાઈની રાજાજી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તમિલનાડુ રાજ્યના હોનારત નિયંત્રણ કમિશનરએ જણાવ્યું કે બે ગ્રુપ અહિયાં ટ્રેકિંગ માટે આવ્યા હતા અને તે દરમ્યાન આ ઘટના બની હતી.

https://twitter.com/Dr_Vijayabaskar/status/973040208022159360

૩૬ વિદ્યાર્થીનું ગ્રુપ ટ્રેકિંગ માટે થેનીના કુરંગના પર્વતો પર ટ્રેકિંગ માટે ગયા હતા.આ દરમ્યાન જંગલમાં આગ લાગી હતી. આથી આ ગ્રુપ પર્વતારોહક પ્રશિક્ષણ શિબિરમાં ફસાઈ ગયું જેમાંથી કેટલાક લોકોનો બચાવ થઇ ગયો જયારે ૯ લોકોને આગમાં મૃત્યુને ભેટ્યા. આ ગ્રુપમાંથી ૨૪ લોકો ચેન્નાઈથી આવ્યા હતા જયારે ૧૨ લોકો ઈરડ અને તીરપુરના હતા.

ઘટનાની જાણ  થતા રક્ષા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણના નિર્દેશ મુજબ રાહત બચાવ માટે  હેલીકોપ્ટર મોકલ્યા હતા. મોડી  રાત સુધી જંગલની આગમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા. જોકે રાજ્યના મુખ્યમંત્રી કે.પલાનીસ્વામીએ ફસાયેલા લોકોને બચાવવા માટે દેશના રક્ષામંત્રી સાથે મદદ માંગી હતી. હાલ ઘાયલ લોકો સારવાર હેઠળ હોસ્પીટલમાં દાખલ છે.

જંગલમાં અચાનક આગ લાગવાના સમાચાર મળતા તરત જ ઘટના સ્થળે વન અધિકારીઓ, ફાયરની ટીમ, પોલીસ અને મેડીકલ ટીમ આવી પહોચી હતી.

રક્ષા સંરક્ષણ વિભાગના કહેવા પરને ૧૬ ગાર્ડ કમાન્ડો સવારથી રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલા છે. જેમાંથી ૮ કમાન્ડો છેક પર્વતના ટોચ સુધી પહોચી ગયા છે અને આગ બુઝાવવાનું કામ કરી રહ્યા છે. ચાર હેલીકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. રક્ષા સંરક્ષણ વિભાગ દ્વારા ૧૦ ગરુડ કમાન્ડો અને ચાર આઈએએફના હેલીકોપ્ટર  મોકલાયા છે અને હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

તમને જણાવી દઈએ કે, આ ગ્રુપ હજુ શનિવાર એટલે કે ઘટનાના એક દિવસ પહેલા જ અહી ટ્રેકિંગ  માટે આવ્યું હતું. આ ટ્રેકિંગ ગ્રુપમાં ૮ વર્ષથી ૩૦ વર્ષ સુધીની ઉંમરના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.