Not Set/ પહેલીવાર માછીમારી કરી અને 1 માછલીએ કમાણી કરાવી 5 લાખ

મુંબઈના પાલઘરના બે માછીમારો ચોમાસાની સીઝન બાદ પહેલીવાર માછીમારી કરવા ગયા અને તેમને જે માછલી મળી તેના કારણે તેમણે લાખોની કમાણી કરી લીધી છે. ચોમાસામાં દરિયો ખેડવા પર પ્રતિબંધ હતો પરંતુ 1 ઓગસ્ટથી માછીમારો ને દરિયામાં જવાની પરવાનગી મળ્યા બાદ પાલઘર બંદરથી રવાના થયેલા બે માછીમારોને ઘોલ માછલી પહેલીવારમાં જ મળી જતાં તેમની સીઝનની પહેલી […]

Top Stories India
38682915 2204119119875093 1649541640966111232 n પહેલીવાર માછીમારી કરી અને 1 માછલીએ કમાણી કરાવી 5 લાખ
મુંબઈના પાલઘરના બે માછીમારો ચોમાસાની સીઝન બાદ પહેલીવાર માછીમારી કરવા ગયા અને તેમને જે માછલી મળી તેના કારણે તેમણે લાખોની કમાણી કરી લીધી છે.
2 1533706414 e1533911666376 પહેલીવાર માછીમારી કરી અને 1 માછલીએ કમાણી કરાવી 5 લાખ
ચોમાસામાં દરિયો ખેડવા પર પ્રતિબંધ હતો પરંતુ 1 ઓગસ્ટથી માછીમારો ને દરિયામાં જવાની પરવાનગી મળ્યા બાદ પાલઘર બંદરથી રવાના થયેલા બે માછીમારોને ઘોલ માછલી પહેલીવારમાં જ મળી જતાં તેમની સીઝનની પહેલી કમાણી લાખોમાં થઈ ગઈ છે. જી હાં આ માછલી ખૂબ ઉપયોગી હોવાથી તે કિંમતી ગણાય છે. ભારત બહારના દેશમાં પણ તેની ખૂબ માંગ છે. પાલઘરના બંદર ખાતે આ માછલીની ખરીદી કરવા માટે લોકોએ બોલી લગાવી હતી અને તેમાં એક માછલીની 5.50 લાખની કિંમત આપનારને આ માછલી વેંચવામાં આવી છે.