Not Set/ બિન્ની બસંલે ફ્લિપકાર્ટના CEO પદ પરથી આપ્યું રાજીનામું, આ છે મુખ્ય કારણ

નવી દિલ્હી, દેશની અગ્રણી ઓનલાઈન રિટેલર કંપની ફ્લિપકાર્ટના CEO બિન્ની બંસલે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કંપની દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બિન્ની બંસલે પોતાના પદ પરથી તત્કાલ પ્રભાવથી રાજીનામું આપી દીધું છે”. Flipkart Group CEO Binny Bansal resigns after misconduct probe, reports Reuters pic.twitter.com/XB5kUTp5H2— ANI (@ANI) November […]

Top Stories Trending Business
841185511 binny bansal new ceo of બિન્ની બસંલે ફ્લિપકાર્ટના CEO પદ પરથી આપ્યું રાજીનામું, આ છે મુખ્ય કારણ

નવી દિલ્હી,

દેશની અગ્રણી ઓનલાઈન રિટેલર કંપની ફ્લિપકાર્ટના CEO બિન્ની બંસલે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

કંપની દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બિન્ની બંસલે પોતાના પદ પરથી તત્કાલ પ્રભાવથી રાજીનામું આપી દીધું છે”.

કંપની દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, “બિન્નીએ ફ્લિપકાર્ટની સ્થાપનાથી લઈ અત્યારસુધીમાં કંપની માટે મહત્વનું યોગદાન આપ્યું છે”.

જો કે બિન્ની બંસલનું રાજીનામું એ સમયે આવ્યું છે, જયારે તેઓ વિરુધ પર્સનલ મિસકંડકટ કરવાના આરોપમાં તપાસ ચાલી રહી છે.

બીજી બાજુ ફ્લિપકાર્ટની ૭૭ ટકા હિસ્સો ખરીદનારી કંપની વોલમાર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, “બિન્ની બંસલનો આ નિર્ણય એ તપાસ બાદ સામે આવ્યો છે, જેને ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ દ્વારા મળીને કરવામાં આવી છે”.

મહત્વનું છે કે, વોલમાર્ટ દ્વારા ગત મે મહિનામાં ફ્લિપકાર્ટનો ૭૭ ટકા હિસ્સો ૧.૦૭ લાખ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ આ ડીલને CCI દ્વારા ઓગસ્ટ મહિનામાં મંજૂરી પણ આપવામાં આવી હતી.

બિન્ની બંસલ અને સચિન બંસલ દ્વારા ૨૦૦૭માં ફ્લિપકાર્ટ શરુ કરવામાં આવી હતી.