ગુજરાત/ કચ્છની ધરા ધણધણી: નોંધાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી છે. આજે એટલે કે ગુરુવારે બપોરે 1:36 મિનિટે ખાવડામાં આંચકો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 04 18T141843.049 કચ્છની ધરા ધણધણી: નોંધાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
  • કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત
  • ખાવડામાં અનુભવાયો ભૂકંપનો આંચકો
  • 3.7ની તીવ્રતાનો નોંધાયો આંચકો

Gujarat News: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી છે. આજે એટલે કે ગુરુવારે બપોરે 1:36 મિનિટે ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 3.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે.ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા છે.  ભૂકંપનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 30 કીમી દૂર નોંધાયું છે.

આપને જણાવી દઈએ કે, ગઈકાલે પણ બપોરના સમયે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. પશ્ચિમ કચ્છના વિસ્તારમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો.બપોરના 2.51 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

કચ્છના પેટાળમાં ફરી ગતિવિધિઓ વધી

કચ્છમાં મેન ફોલ્ટલાઈન વર્ષોથી સક્રિય છે અને ધરતીની બે પ્લેટ ટકરાતી હોવાથી અહીં ઘણીવાર ભૂકંપ અનુભવાતા રહે છે. વર્ષ 2001ના મહાવિનાશક ભૂકંપ બાદ રાજ્યમાં ઘણીવાર આંચકા અનુભવાયા છે. 2022માં 4થી વધુ તીવ્રતાનો માત્ર એક ભૂકંપ અને તે પણ સૌરાષ્ટ્રના તલાલા વિસ્તારમાં નોંધાયો હતો. 2023માં ગુજરાતમાં 4.0થી વધુ તીવ્રતાના 4 ભૂકંપો આવ્યા છે, જે કચ્છના દુધઈમાં 2, ખાવડા પંથકમાં 1, ઉત્તર ગુજરાતના વાવ પાસે એક નોંધાયેલ છે. જ્યારે 2021માં 4.0ની તીવ્રતાના 7 ભૂકંપો નોંધાયા હતા. આમ, એક વર્ષ બાદ ફરી ધરતીના પેટાળમાં ગતિવિધિઓ વધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અડાલજ પાસેથી દારૂના જથ્થા સાથે છ લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો:ગુજરાતથી આગામી છ દિવસમાં યુપી-બિહાર માટે રવાના થશે પશ્ચિમ રેલવેની ચાર વિશેષ ટ્રેનો, જુઓ ટાઈમ ટેબલ

આ પણ વાંચો:સી.આર.પાટીલ: વિજય મુહૂર્તનો સમય ચુકતા આવતીકાલે નામાંકન પત્ર ભરશે

આ પણ વાંચો:ગુજરાતમાં હજું લોકોએ ગરમીનો અનુભવ કરવો પડશે, સૂરજ દાદા કોપાયમાન