Not Set/ RSS કાર્યક્રમમાં ગાંધીજી-નહેરુ સહીત બીજી હસ્તીઓ પણ પહોચી ચુકી છે

નાગપુરના રેશમબાગ મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તૃતીય વર્ષ સમાપન સમારોહ થવા જઈ છે. કોંગ્રેસ પારંપરિક દિગ્ગજ નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી આજે સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ કાર્યક્રમમાં ભાગ લેશે. જોકે, પ્રણબ મુખર્જી પહેલા બિન-સંઘી, બિન-ભાજપી નેતા નથી જે આરએસએસના કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા હોય, આ પહેલા પણ કેટલીક અલગ અભિપ્રાય વાળી હસ્તીઓ સંઘના […]

Top Stories India
Pranab Mukherjee pti 875 RSS કાર્યક્રમમાં ગાંધીજી-નહેરુ સહીત બીજી હસ્તીઓ પણ પહોચી ચુકી છે

નાગપુરના રેશમબાગ મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તૃતીય વર્ષ સમાપન સમારોહ થવા જઈ છે. કોંગ્રેસ પારંપરિક દિગ્ગજ નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી આજે સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ કાર્યક્રમમાં ભાગ લેશે. જોકે, પ્રણબ મુખર્જી પહેલા બિન-સંઘી, બિન-ભાજપી નેતા નથી જે આરએસએસના કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા હોય, આ પહેલા પણ કેટલીક અલગ અભિપ્રાય વાળી હસ્તીઓ સંઘના કાર્યક્રમમાં શામેલ થઇ ચુક્યા છે.

az eroszakmentesseg vilagnapja original 83955 RSS કાર્યક્રમમાં ગાંધીજી-નહેરુ સહીત બીજી હસ્તીઓ પણ પહોચી ચુકી છે

સંઘના કાર્યક્રમોમાં શામેલ થવા વાળા લોકોમાં સૌથી મોટું નામ મહાત્મા ગાંધીનું છે. સંઘના નેતાઓનું કહેવાનું છે કે 1934માં મહાત્મા ગાંધી સ્વયં સંઘ શિબિરમાં આવ્યા હતા. ત્યારબાદ એમણે સંઘ સંસ્થાપક ડો. હેડગેવાર સાથે મુલાકાત કરી અને સંઘ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ સિવાય ગાંધીજી16 સપ્ટેમ્બર 1947 ના રોજ સવારે દિલ્હીમાં સંઘના સ્વયંસેવકોને સંબોધિત કર્યા હતા. જેમાં એમણે સંઘના અનુશાસન, સાદગી અને સમરસતાની પ્રશંસા કરી હતી. ગાંધીજીએ કહ્યું હતું કે હું વર્ષો પહેલા વર્ધામાં રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘની એક શિબિરમાં  ગયો હતો. એ સમયે સંઘના સંસ્થાપક શ્રી હેગડેવાર જીવિત હતા.

main qimg 1860c21fdc847fec1d50c84e095210ba c RSS કાર્યક્રમમાં ગાંધીજી-નહેરુ સહીત બીજી હસ્તીઓ પણ પહોચી ચુકી છે

સુત્રોના જણાવ્યા મુજબ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. ઝાકીર હુસૈન પણ સંઘના કાર્યક્રમોમાં ભાગ લઇ ચુક્યા છે.

Loknayak Jayaprakash Narayan RSS કાર્યક્રમમાં ગાંધીજી-નહેરુ સહીત બીજી હસ્તીઓ પણ પહોચી ચુકી છે

જયપ્રકાશ નારાયણ 3 નવેમ્બર 1977ના રોજ પટનામાં સંઘની પ્રશંસા કરી હતી અને સંઘ શિક્ષા વર્ગને સંબોધિત કર્યો હતો.

bhimrao RSS કાર્યક્રમમાં ગાંધીજી-નહેરુ સહીત બીજી હસ્તીઓ પણ પહોચી ચુકી છે

એક દાવા મુજબ ડો. ભીમરાવ આંબેડકરે પણ 1939 માં પુણેના સંઘ શિક્ષા વર્ગમાં ગયા હતા.

25 jlnehru RSS કાર્યક્રમમાં ગાંધીજી-નહેરુ સહીત બીજી હસ્તીઓ પણ પહોચી ચુકી છે

1962માં ભારત પર ચીને કરેલા આક્રમણ સમયે સંઘ સ્વયંસેવકોની સેવાથી પ્રભાવિત થઈને તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ 1963માં ગણતંત્ર દિવસની પરેડમાં સંઘને આમંત્રિત કર્યા હતા, જેમાં 3000 સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશમાં ભાગ લીધો હતો.

Lal Bahadur Shastri RSS કાર્યક્રમમાં ગાંધીજી-નહેરુ સહીત બીજી હસ્તીઓ પણ પહોચી ચુકી છે

1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે તત્કાલીન પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીએ સરસંઘચાલક ગુરુજી ગોલવલકરને સર્વદળીય બેઠકમાં ભાગ લેવા આમંત્રિત કર્યા હતા. ગુરુજી ગોલવલકર એ બેઠકમાં શામેલ પણ થયા હતા.

હવે આ વર્ષે તૃતીય વર્ગની સંપતી પર બધાની નજર પ્રણબ મુખર્જી ભાષણ પર છે, તેઓ ભાષણમાં સંઘની પ્રશંસા કરે છે કે પછી સંઘને વિચારધારામાં બદલાવ લાવવાની શિખ આપે છે.