Not Set/ દિવાળી આવતા દેશમાં સોનાની દાણચોરી વધી, 32 કરોડ રૂપિયાનું 100 કિલો સોનુ જપ્ત

દિલ્હી, સોનાની દાણચોરી કરી રહેલાં લોકો સામે મોટી કાર્યવાહી કરતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) એ દેશના વિવિધ શહેરોમાં દરોડા પાડીને વિદેશથી ડ્યુટી ભર્યા વગર લવાયેલું 32 કરોડ રૂપિયાનું 100 કીલો સોનું જપ્ત કર્યુ છે. ડીઆરઆઇના અધિકારીઓએ 55 કિલો સોનું પશ્ચિમ બંગાળના સિલુગુરીમાંથી પકડી પાડયું હતું. 55 કિલો સોનું બે વ્યકિત પાસેથી જપ્ત કરવામાં આવ્યું […]

Top Stories India
gold11 દિવાળી આવતા દેશમાં સોનાની દાણચોરી વધી, 32 કરોડ રૂપિયાનું 100 કિલો સોનુ જપ્ત

દિલ્હી,

સોનાની દાણચોરી કરી રહેલાં લોકો સામે મોટી કાર્યવાહી કરતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) એ દેશના વિવિધ શહેરોમાં દરોડા પાડીને વિદેશથી ડ્યુટી ભર્યા વગર લવાયેલું 32 કરોડ રૂપિયાનું 100 કીલો સોનું જપ્ત કર્યુ છે.

ડીઆરઆઇના અધિકારીઓએ 55 કિલો સોનું પશ્ચિમ બંગાળના સિલુગુરીમાંથી પકડી પાડયું હતું. 55 કિલો સોનું બે વ્યકિત પાસેથી જપ્ત કરવામાં આવ્યું હતું. તેઓ આ સોનું વાહનની સીટની નીચે સંતાડીને લઇ જતા હતાં. આ સોનું બાંગ્લાદેશથી ઘુસાડવામાં આવી રહ્યું હોવાનું માનવમાં આવે છે.

customs e1540713388668 દિવાળી આવતા દેશમાં સોનાની દાણચોરી વધી, 32 કરોડ રૂપિયાનું 100 કિલો સોનુ જપ્ત

પકડાયેલું સોનું 99.99 ટકા શુદ્ધ  છે અને તેના પર ચાઇનીઝ અને ઓસ્ટ્રેલિયન બનાવટના માર્કિંગ છે. આ સોનું સલિગુરીમાં એક વ્યકિતને પહોંચાડવાનું હતું. ત્યારબાદ આ વ્યકિત સોનાની ડિલીવરી અન્ય વ્યકિતઓને કરવાનો હતો. સોનું લઇને જઇ રહેલા બંને વ્યકિતની ધરપકડ કરી લેવામાં આવી છે.

અન્ય એક ઘટનામાં દિલ્હી રેલવે સ્ટેશન પર 34 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ સોનું લઇને આવેલા ત્રણ વ્યકિતની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સોનું પણ પાડોશી દેશોમાંથી જમીન માર્ગે ભારતમાં ઘુસાડવામાં આવ્યું હતું.

દિલ્હી રેલવે સ્ટેશન પર ધરપકડ કરાયેલા ત્રણ લોકોમાં એક વિદેશી નાગરિક પણ સામેલ છે. જપ્ત કરાયેલું સોનું ચાઇનીઝ અને સ્વીઝ બનાવટનું છે.

gold seized e1540713469377 દિવાળી આવતા દેશમાં સોનાની દાણચોરી વધી, 32 કરોડ રૂપિયાનું 100 કિલો સોનુ જપ્ત

આ ઉપરાંત ચેન્નાઇ, બેંગાલુરુ, મદુરાઇ અને ઇન્દોરના એરપોર્ટ પર હાથ ધરાયેલા ઓપરેશનમાં કુલ 13 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ એરપોર્ટ્સ પર કોલંબો અને સિંગાપોરથી આવેલી ફલાઇટમાં સોનું લાવવામાં આવ્યું હતું.

વિમાનમાં સોનું લાવવાના આ ચાર કેસો પૈકી ત્રણમાં સોનું લાઇફ જેકેટના પાઉચમાં સતાંડીને લાવવામાં આવ્યું હતું.

આ તમામ ઘટનાઓમાં કુલ 32 કરોડ રૃપિયાનું 100 કીલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે અને કુલ સાત લોેકોની ધરપકડ કરવામાં આવી છે. આગામી તહેવારોની સીઝનમાં ભારતમાં સોનાની વધતી માગને ધ્યાનમાં રાખીને તાજેતરમાં સોનાની દાણચોરીનું પ્રમાણ વધ્યું છે.