Not Set/ અહીં લગ્ન પહેલા વરરાજાનો થશે ડોપ ટેસ્ટ …. જાણો શું છે કારણ

એક તરફ જ્યાં પંજાબ નશાનો માર સહન કરી રહ્યું છે, ત્યારે કેન્દ્ર શાસિત રાજ્ય ચંદીગઢ લગ્ન પહેલા થનારા વરનો ડોપ ટેસ્ટ કરવા માટે તૈયાર છે. રાજ્યના અધિકારીઓએ તો અહીં સુધી કીધું છે કે જો થનાર વર તૈયાર હશે તો, તેઓ ટેસ્ટ માટે મેડિકલ કીટ્સ પણ ઉપલબ્ધ કરાવશે. રાજ્યના અધિકારીઓએ હાલમાં જ પંજાબ અને હરિયાણા હાઈ […]

Top Stories India
Dope test of a Blood sample અહીં લગ્ન પહેલા વરરાજાનો થશે ડોપ ટેસ્ટ .... જાણો શું છે કારણ

એક તરફ જ્યાં પંજાબ નશાનો માર સહન કરી રહ્યું છે, ત્યારે કેન્દ્ર શાસિત રાજ્ય ચંદીગઢ લગ્ન પહેલા થનારા વરનો ડોપ ટેસ્ટ કરવા માટે તૈયાર છે. રાજ્યના અધિકારીઓએ તો અહીં સુધી કીધું છે કે જો થનાર વર તૈયાર હશે તો, તેઓ ટેસ્ટ માટે મેડિકલ કીટ્સ પણ ઉપલબ્ધ કરાવશે.

doping sl 31 7 2011 e1532174315249 અહીં લગ્ન પહેલા વરરાજાનો થશે ડોપ ટેસ્ટ .... જાણો શું છે કારણ

રાજ્યના અધિકારીઓએ હાલમાં જ પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટને જણાવ્યું કે આવા ટેસ્ટ કરવાનું સંભવ છે. કોર્ટે ગયા વર્ષે એવુ તારણ કાઢ્યું હતું કે પારિવારિક વિવાદ થવાનું કારણ મોટા ભાગે પતિઓનું નશો કરવાનું છે. સૂત્રો મુજબ આ સુવિધાનું સેટઅપ તૈયાર થઇ જાય છે તો ચંદીગઢ દેશમાં આવી વ્યવસ્થા લાવવાવાળું પહેલું રાજ્ય હશે.

Doping 1 અહીં લગ્ન પહેલા વરરાજાનો થશે ડોપ ટેસ્ટ .... જાણો શું છે કારણ

ગયા વર્ષે એપ્રિલમાં જસ્ટિસ રીતુ બહારીએ કહ્યું હતું કે હરિયાણા, પંજાબ અને કેન્દ્ર શાસિત રાજ્ય ચંદીગઢને નોટિસ આપવામાં આવી હતી કે દરેક સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી. કારણકે પારિવારિક વિવાદ માં કોર્ટે નોટિસ કર્યું છે કે આનું કારણ લગ્ન પહેલા ડોપ ટેસ્ટ ના કરાવવો.

ચંદીગઢ તરફથી એડવોકેટ સુકાન્ત ગુપ્તાએ કોર્ટને જણાવ્યું કે આ પ્રકારના ટેસ્ટ કરવામાં કોઈ સમસ્યા નથી, જો વર તૈયાર હોય. જયારે પંજાબ ને હરિયાણાએ કોર્ટને ઉત્તર મોકલ્યો છે પરંતુ એમના પ્રતિનિધિઓએ સાર્વજનિક કર્યો નથી.