નવી દિલ્હી,
ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરવા માટે જઈ રહી છે. ઈસરો બુધવારે સંચાર સેટેલાઈટ GSAT – 29 લોન્ચ કરવાનું છે. આ સાથે જ અંતરિક્ષના ક્ષેત્રમાં ભારત વધુ એકવાર પોતાની તાકાત કાયમ કરશે.
![અંતરિક્ષમાં ભારતનો વધુ એકવાર વાગશે ડંકો, ઈસરો આજે લોન્ચ કરશે GSAT - 29 2 gsat-29 satellite](https://images.financialexpress.com/2018/11/Capture660-1.png)
ઈસરો દ્વારા જણાવ્યા મુજબ, GSAT – 29 સેટેલાઈટને સાંજે ૫ વાગ્યે અને ૮ મિનિટે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. નોધનીય છે કે, ઈસરોનું ચાલુ વર્ષે આ પાંચમું સેટેલાઈટ લોન્ચિંગ છે.
શું છે GSAT – 29 સેટેલાઈટ ?
GSAT – 29 એ એક હાઈથ્રોપુટ કોમ્યુનિકેશન સેટેલાઈટ છે. જેમાં કુ અને ઓપરેશનલ પેલોડ્સ છે. આ પેલોડ્સ ડીજીટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ જમ્મુ-કાશ્મીરની સાથે ઉત્તર – પૂર્વી રાજ્યોમાં વધુ સારી હાઈસ્પીડ ઈન્ટરનેટ સુવિધા પ્રદાન થઇ શકશે.
અંતરિક્ષની નવી ટેકનિકમાં મળશે મદદ
![અંતરિક્ષમાં ભારતનો વધુ એકવાર વાગશે ડંકો, ઈસરો આજે લોન્ચ કરશે GSAT - 29 3 ISRO GSAT 29 lead અંતરિક્ષમાં ભારતનો વધુ એકવાર વાગશે ડંકો, ઈસરો આજે લોન્ચ કરશે GSAT - 29](https://st1.bgr.in/wp-content/uploads/2018/11/ISRO-GSAT-29-lead.jpg)
ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવનારો GSAT – 29 સેટેલાઈટ એ એક નવી સ્પેસ ટેસ્ટ કરવાના પ્લેટફોર્મની જેમ જ કામ કરશે. ઈસરોના ચીફના જણાવ્યા મુજબ, “આ સેટેલાઈટમાં ઓપરેશનલ પેલોડ્સ ઉપરાંત ત્રણ પ્રદર્શન ટેકનોલોજી, કયું એન્ડ વી બેડ્સ, ઓપ્ટિકલ કોમ્યુનિકેશન ને એક હાઈ રિજોલ્યુંશન કેમેરો પણ પોતાની સાથે લઇ જશે.
૧૦ વર્ષ સુધી કામ કરશે GSAT – 29 સેટેલાઈટ
ઈસરોના જણાવ્યા મુજબ, GSLV – MK 3 રોકેટની આ બીજી ઉડાન હશે, જે લોન્ચ થયા બાદ આગામી ૧૦ વર્ષ સુધી કામ કરશે.
GSAT – 29 સેટેલાઈટ લોન્ચ થયા બાદ પૃથ્વીથી ૩૬,૦૦૦ કિમી દૂર જિયો સ્ટેશનરી ઓર્બિટ (જીએસઓ)માં સ્થાપિત કરવામાં આવશે.
મેક ઇન ઇન્ડિયા હેઠળ બનવવામાં આવ્યું આ રોકેટ
GSAT – 29 સેટેલાઈટને લોન્ચ કરવા માટે GSLV – MK ૩ રોકેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રોકેટની ખાસ વાત એ છે કે, તે પૂરી રીતે સ્વદેશી અને તમામ પાર્ટ દેશમાં જ બનાવવામાં આવ્યા છે. આ રોકેટનું વજન ૬૪૦ ટન છે અને તેની ઉંચાઈ ૧૩ માળની બિલ્ડીંગ બરાબર છે.