Not Set/ હજયાત્રા પડશે મોંઘી, ૧૦ જુલાઇથી ચુકવવી પડશે વધારાની રકમ

નવી દિલ્હી, ૨૦૧૮માં હજયાત્રા વધુ મોંઘી બની છે અને હવે હજયાત્રીઓએ ૭ હજારથી વધુ રકમ વધારાની ચુકવવી પડશે. સાઉદી સરકારે સુવિધાઓના નામે વસુલવામાં આવતા ચાર્જમાં વધારો કર્યો છે, જેથી હજ યાત્રા મોંઘી થઈ છે. આ વધારાનો ચાર્જ જમા કરાવવા માટે ૧૦ જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો કે અગાઉથી જ સંપૂર્ણ રકમ વસુલ કર્યા બાદ […]

India Trending
haj હજયાત્રા પડશે મોંઘી, ૧૦ જુલાઇથી ચુકવવી પડશે વધારાની રકમ

નવી દિલ્હી,

૨૦૧૮માં હજયાત્રા વધુ મોંઘી બની છે અને હવે હજયાત્રીઓએ ૭ હજારથી વધુ રકમ વધારાની ચુકવવી પડશે. સાઉદી સરકારે સુવિધાઓના નામે વસુલવામાં આવતા ચાર્જમાં વધારો કર્યો છે, જેથી હજ યાત્રા મોંઘી થઈ છે. આ વધારાનો ચાર્જ જમા કરાવવા માટે ૧૦ જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

જો કે અગાઉથી જ સંપૂર્ણ રકમ વસુલ કર્યા બાદ આ પ્રકારનો વધારાનો ચાર્જ લગાવવામાં આવતા હજયાત્રીઓ નારાજ થયા છે.

Online Application form Haj Yatra 2018 હજયાત્રા પડશે મોંઘી, ૧૦ જુલાઇથી ચુકવવી પડશે વધારાની રકમ

એક અધિકારીના જણાવ્યા મુજબ, પરિવહન સેવાના ભાગરુપે બસ ભાડામાં ૪૩.૬૮ સાઉદી રિયાલ,  વધારાના મેટ્રો ટ્રેનનુ ભાડું ૧૫૦ સાઉદી રિયાલ,  મીના કેમ્પમાં બેડની સુવિધા માટે ૧૪૭ સાઉદી રિયાલ, રીપીટર હજયાત્રીઓએ પણ વધારાના નાણાં ચુકવવા પડશે. આમ, ગ્રીન કેટેગરીના હજયાત્રીઓને રુપિયા ૭,૭૫૦ અને અજીજીયા કેટેગરીના હજયાત્રીઓને રુપિયા ૭,૧૫૦ વધારાના જમા કરાવવા પડશે.

જે હજયાત્રીઓએ અદાહી કૂપન પસંદ કરી છે તેમણે અગાઉના રુપિયા ૮૦૦૦ના બદલે હવે રુપિયા ૮૫૦૮ જમા કરાવવા પડશે. વારાણસી એમ્બાર્કેશનના હજયાત્રીઓને એરપોર્ટ ટેક્સ પેટે રુપિયા ૮૫૦ વધારાના જમા કરાવવા પડશે. ગ્રીન કેટેગરીના અરજદારે રુપિયા ૨,૫૮,૦૦૦ અને અજીજીયા કેટેગરીના અરજદારે રુપિયા ૨,૨૪,૦૦૦ જમા કરાવ્યા છે અને હવે એકાએક ચાર્જિસમાં વધારો થતા હજયાત્રીઓએ વધારાના નાણાંની વ્યવસ્થા કરવી પડશે.