Not Set/ શંકાસ્પદ મહિલાઓને માર મારવાનો સિલસિલો ચાલુ, બાળકોને ઉઠાવવાની શંકા રાખીને મહિલાને ગોંધી રખાઇ

ગીર સોમનાથ, સુરત બાદ હવે રાજ્યમાં ગૃહમંત્રી અને સીનીયર પોલિસ અધિકારીઓની અપીલો છતાં બાળકોને ઉઠાવી જતી કથિત મહિલાઓ સામે લોકોની ડ્રાઇવ ચાલુ રહી હતી. ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં બાળક ઉઠાવગીર ગેંગની શંકાના આઘારે પરપ્રાંતીય મહિલાને સ્થાનિકોએ મારમારી મકાનમા પુરી દીધી હતી. જો કે પોલીસે ઘટના સ્થળે જઇ મહિલાને છોડાવી હતી. પોલીસે સ્થાનિક લોકોના ટોળા સામે […]

Gujarat Others Trending
gir somnath woman શંકાસ્પદ મહિલાઓને માર મારવાનો સિલસિલો ચાલુ, બાળકોને ઉઠાવવાની શંકા રાખીને મહિલાને ગોંધી રખાઇ

ગીર સોમનાથ,

સુરત બાદ હવે રાજ્યમાં ગૃહમંત્રી અને સીનીયર પોલિસ અધિકારીઓની અપીલો છતાં બાળકોને ઉઠાવી જતી કથિત મહિલાઓ સામે લોકોની ડ્રાઇવ ચાલુ રહી હતી. ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં બાળક ઉઠાવગીર ગેંગની શંકાના આઘારે પરપ્રાંતીય મહિલાને સ્થાનિકોએ મારમારી મકાનમા પુરી દીધી હતી.

જો કે પોલીસે ઘટના સ્થળે જઇ મહિલાને છોડાવી હતી. પોલીસે સ્થાનિક લોકોના ટોળા સામે ગુન્હો નોંઘી તપાસ હાથ ધરી છે.

ગીર સોમનાથના ડીવાયએસપી જગદીશ ચાવડા કહ્યું છે કે, “અમને મેસેજ મળ્યો હતો કે ચકલા વિસ્તારમાં કોઇ અજાણી સ્ત્રીને બાળક ઉઠાવગીર સમજીને માર મારવામાં આવી રહ્યો છે. અમે આ મહિલાને છોડાવી છે અને તેની સારવાર કરાવી છે. આ મહિલા નોર્થ ઇસ્ટ ભારતની લાગે છે અને તેની સાથે વાતચીત કરવા માટે દુભાષિયાની મદદ લેવામાં આવશે”.

વેરાવળના સમુદ્ર કિનારે આવેલા મચ્છીયારા સમુદાયના વસવાટ એવા જાલેશ્વર વિસ્તારમાં સ્થાનિક એક બાળકને મહિલા ચોકલેટની લાલચ આપી ઉઠાવી જવાની કોશિશ કરતી હોવાની ફરિયાદ સાથે દેકારો મચાવતા સ્થાનિકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને મહિલાને પકડી માર મારી મકાનમાં પુરી  દીધી હતી.

આ ચકાચારી ઘટના અંગે પોલીસ વિભાગ તરત હરકતમાં આવેલ અને શંકાસ્પદ મહિલાને સ્થળ પરથી લાવી પોલીસ સ્ટેશન લઇ આવી પુછપરછ હાથ ધરી હતી પોલીસના કહેવા મુજબ મહિલા પ્રરપ્રાંતિય છે અને સ્થાનિક હિન્દી ગુજરાતી કે અંગ્રેજી ભાષા સમજી શકતી નથી જેથી દુભાષીયાની મદદ મેળવી તેની વિગતો મેળવાઇ રહી છે.  પોલિસે ટોળા સામે મહિલાને માર મારવા અંગે ગુનો દાખલ કર્યો છે.

મહત્વનું છે કે, સુરતમાં પણ આ જ પ્રમાણે એક દિવસ અગાઉ જ બાળક ઉઠાવગીર ગેંગની શંકાના આઘારે એક મહિલાને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા આ મામલો થાળે પાડવામાં આવ્યો હતો.