Not Set/ હરિયાણા : સ્કૂલમાથી સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીએ પ્રિન્સિપલની ગોળી મારીને કરી હત્યા

હરિયાણા. સ્કૂલના પરિસરમાં બાળકો દ્વારા કરવામાં આવતા ગંભીર ગુનાઓમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. આ જ પ્રકારનો વધુ એક ગંભીર ગુનો હરિયાણાના યમુનાનગરથી સામે આવ્યો છે. યમુનાનગરની એક સ્કૂલમાં ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતા શિવાંગ નામના છોકરાએ સસ્પેન્ડ કરવામાં આવતા આ સ્કુલના પ્રિન્સિપલની ગોળી મારીને હત્યા કરી દીધી છે. Haryana: Principal of Vivekananda School […]

Top Stories
School principal shot હરિયાણા : સ્કૂલમાથી સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીએ પ્રિન્સિપલની ગોળી મારીને કરી હત્યા

હરિયાણા.

સ્કૂલના પરિસરમાં બાળકો દ્વારા કરવામાં આવતા ગંભીર ગુનાઓમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. આ જ પ્રકારનો વધુ એક ગંભીર ગુનો હરિયાણાના યમુનાનગરથી સામે આવ્યો છે. યમુનાનગરની એક સ્કૂલમાં ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતા શિવાંગ નામના છોકરાએ સસ્પેન્ડ કરવામાં આવતા આ સ્કુલના પ્રિન્સિપલની ગોળી મારીને હત્યા કરી દીધી છે.

હરિયાણાના યમુનાનગરમાં આવેલી એક સ્કુલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોઈ કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સ્કૂલના આ નિર્ણયથી તે નારાજ હતો. જયારે શનિવારે સ્કૂલમાં યોજયેલી પેરેન્ટ્સ મીટિંગમાં શિવાંગ તેના પિતાની રિવૉલ્વર લઈને આવ્યો હતો. પેરેન્ટ્સ મીટિંગ દરમિયાન જ શિવાંગે સ્કૂલના પ્રિન્સિપલ ઋતુ છાબડા પર આડેધડ ગોળીઓ વરસાવી હતી. ત્યારબાદ પ્રિન્સિપલને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યા હતા પણ જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. આ અંગે જણાવતા યમુનાનગરના એસપી રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે, આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી લેવામાં આવી છે.

મહત્વનું છે કે, દિન-પ્રતિદિન વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલમાં થતા ગંભીર ગુનાઓમાં સતત વધારો જોવા મળ્યો છે. આ પહેલા લખનઉમાં બ્રાઈટલૈંડ સ્કૂલમાં એક વિદ્યાર્થીનીએ સ્કૂલમાં રજા લેવામાં ધોરણમાં ૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પા વડે હુમલો કરી ઘાયલ કર્યો હતો. તેમજ ગોરેગાંવની ખ્યાતનામ રૈયાન ઈન્ટરનેશન સ્કૂલમાં પ્રદ્યુમનની હત્યા કરવામાં આવી હતી.