Not Set/ પતિ ૨૦ સેમીની ગોળ રોટલી બનાવાનું કહે છે, પત્નીએ કોર્ટ પાસેથી કરી છૂટાછેડાની માંગ

પુણા, મહારાષ્ટ્રના પુણા શહેરમાં છુટાછેડાનો ચોંકાવી દે તેવો મામલો બહાર આવ્યો છે. એક મહિલાએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી છે. આ કેસમાં પત્નીએ તેના પતિ સાથે શા માટે છૂટાછેડા લેવા છે તેમાં જે જણાવ્યું હતું તે સાંભળીને તમને લાગશે શું આવું કારણ પણ હોઈ શકે. પત્નીએ કીધું કે તેનો પતિ તેને રોજ ૨૦ સેમી ની […]

India
oti પતિ ૨૦ સેમીની ગોળ રોટલી બનાવાનું કહે છે, પત્નીએ કોર્ટ પાસેથી કરી છૂટાછેડાની માંગ

પુણા,

મહારાષ્ટ્રના પુણા શહેરમાં છુટાછેડાનો ચોંકાવી દે તેવો મામલો બહાર આવ્યો છે. એક મહિલાએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી છે. આ કેસમાં પત્નીએ તેના પતિ સાથે શા માટે છૂટાછેડા લેવા છે તેમાં જે જણાવ્યું હતું તે સાંભળીને તમને લાગશે શું આવું કારણ પણ હોઈ શકે.

Image result for rotli

પત્નીએ કીધું કે તેનો પતિ તેને રોજ ૨૦ સેમી ની રોટલી બનાવાનું કે છે અને જો તેવું ન થાય તો તેની સાથે મારઝૂડ કરે છે. તેના પતિ પર એન્જીનીયરીંગનું ગાડું ભૂત સવાર છે તેને બધી વસ્તુમાં પરફેક્શન જોઈએ છે. આ પરફેક્શન કોઈ લીમીટેડ બાબતોમાં નહિ પરંતુ બધી બાબતોમાં માંગે છે.

આરોપી પત્નીએ કીધું કે તે હું જે રોટલી બનવું છુ તેનું માપ લે છે . ઉપરાંત દિવસ દરમ્યાન હું જે પણ કામ કરું તે બધા મને એક શીટમાં અલગ અલગ રંગથી લખવાનું કહે છે. જો કોઈ કામ  સમય પર ન થાય તો તે લખવાની પણ અલગ કોલમ બનાવી છે. જો કદાચ ભૂલથી કોઈ કોલમ લખવાની રહી જાય તો તે મને ગંદી ગાળો અને મારઝૂડ કરે છે. કામ બાબત પર મારું અપમાન કરે છે.

વધુમાં પોતાની વ્યથા  બતાવતા પત્નીએ કહ્યું કે ઘણી વખત તો તેનો પતિ સીમા પર કરી દે છે. જો ક્યારેક તેનાથી ખોટું કામ થાય કે  કામ કરવામાં ભૂલ થાય તો તે મારા પર ઠંડુ પાણી નાખે છે અને ત્યારબાદ ફૂલ એસીવાળા રૂમમાં  મને રૂમમાં પૂરી દે છે.

Image result for suicide

ઘણી વાર તેના  પતિની આ હરકતોથી કંટાળેલી મહિલાને આત્મહત્યાના વિચાર આવે છે. પરંતુ તેને એક નાની દીકરી પણ છે. જો તે જતી રહેશે તો તેની દીકરીનું ધ્યાન કોણ રાખશે. મહિલાએ કહ્યું કે આ વિચારીને નથી હું જીવી શક્તિ કે નથી હું મારી શકતી.

Image result for marriage

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૮માં આ યુગલના લગ્ન થયા હતા. મહિલાનો પતિ આઈટી એન્જીનીયર છે. લગ્નના શરૂઆતના દિવસોમાં બધું બરાબર હતું પરંતુ જેમ જેમ સમય જતો ગયો તેમ તેનો પતિ આવી અજીબોગરીબ હરકત કરવા લાગ્યો. પતિની રોજની આ બધી કરતૂતથી કંટાળીને પત્નીએ અદાલતમાં છૂટાછેડાની અરજી કરી છે.