Not Set/ એક ટ્વીટ અને બચાવાઈ 26 નાબાલિક છોકરીઓને, માનવ તસ્કરીની આશંકા

ગોરખપુર, અવધ એક્સપ્રેસમાં સફર કરી રહેલા યાત્રીની એક ટ્વીટના કારણે ટ્રેનમાં યાત્રા કરી રહેલી 26 નાબાલિક છોકરીઓને બચાવી લેવામાં આવી છે. પોલીસને આ મામલામાં માનવ તસ્કરીની આશંકા છે. રીપોર્ટસ મુજબ પોલીસે છોકરીઓને લઇ જતા બે સંદિગ્ધોની પણ ધરપકડ કરી લીધી છે. હાલમાં આ મામલાની તપાસ ચાલુ છે. જયારે, યાત્રીના બહાદુરીભર્યા પગલાની સોશિયલ મિડિયા પણ ખુબ […]

Top Stories India
encounter your shadow self એક ટ્વીટ અને બચાવાઈ 26 નાબાલિક છોકરીઓને, માનવ તસ્કરીની આશંકા

ગોરખપુર,

અવધ એક્સપ્રેસમાં સફર કરી રહેલા યાત્રીની એક ટ્વીટના કારણે ટ્રેનમાં યાત્રા કરી રહેલી 26 નાબાલિછોકરીઓને બચાવી લેવામાં આવી છે. પોલીસને આ મામલામાં માનવ તસ્કરીની આશંકા છે. રીપોર્ટસ મુજબ પોલીસે છોકરીઓને લઇ જતા બે સંદિગ્ધોની પણ ધરપકડ કરી લીધી છે. હાલમાં આ મામલાની તપાસ ચાલુ છે. જયારે, યાત્રીના બહાદુરીભર્યા પગલાની સોશિયલ મિડિયા પણ ખુબ પ્રશંસા થઇ રહી છે.

જાણકારી મુજબ મુઝફ્ફરપુર-બાંદ્રા અવધ એક્સપ્રેસ ટ્રેનમાં સફર કરી રહેલા યાત્રી આદર્શ શ્રીવાસ્તવે 5 જુલાઈના રોજ એક ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તેઓ ટ્રેનના એસ-5 કોચમાં સફર કરી રહ્યા છે. જેમાં લગભગ 25 નાબાલિક છોકરીઓ છે. જે રોઈ રહી છે અને અસુરક્ષિત મહેસુસ કરી રહી છે. આ ટ્વીટ પર અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી શરુ કરી હતી. ગોરખપુરમાં જેઆરપી અને આરપીએફએ 26 નાબાલિક બાળકીઓને કોચમાંથી સુરક્ષિત બચાવી લીધી હતી.

સોશિયલ મિડિયા પર ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપનારા શખ્શ આદર્શ શ્રીવાસ્તવની ખુબ પ્રશંસા થઇ રહી છે. ટ્વીટર પર લોકગાયિકા માલિની અવસ્થીએ પણ શ્રીવાસ્તવની પ્રશંસા કરતા લખ્યું કે આજે આપના જેવા જાગૃત સમજદાર નાગરિકોની જરૂર છે. ટ્વીટરના ઇતિહાસમાં લખવામાં આવશે કે મદદ માટે ઉઠેલુ એક સાર્થક ટ્વીટ કેવી રીતે 25 બેટીઓનું જીવન બચાવી શકે છે.