Not Set/ મધ્ય પ્રદેશમાં દોઢ દાયકા બાદ શિવરાજના “રાજ”નો અંત : સ્વીકારી હારની જવાબદારી

મધ્ય પ્રદેશમાં આખરે શિવરાજ સિંહ ચૌહાણે હાર સ્વીકાર કરી લીધી છે. બુધવારે સવારે શિવરાજ મીડિયા સામે આવ્યા અને જણાવ્યું કે, જનતાએ અમને સ્પષ્ટ બહુમત આપ્યો નથી. શિવરાજે આગળ જણાવ્યું કે, અમે ફેંસલો લીધો છે કે, બહુમત ન મળવાના કારણે અમે સરકાર બનવાનો દાવો નહિ કરીએ. હું રાજીનામુ આપવા માટે મહામહિમ રાજ્યપાલ પાસે જઈ રહ્યો છે. આટલું […]

Top Stories India
મધ્ય પ્રદેશમાં દોઢ દાયકા બાદ શિવરાજના "રાજ"નો અંત : સ્વીકારી હારની જવાબદારી

મધ્ય પ્રદેશમાં આખરે શિવરાજ સિંહ ચૌહાણે હાર સ્વીકાર કરી લીધી છે. બુધવારે સવારે શિવરાજ મીડિયા સામે આવ્યા અને જણાવ્યું કે, જનતાએ અમને સ્પષ્ટ બહુમત આપ્યો નથી.

શિવરાજે આગળ જણાવ્યું કે, અમે ફેંસલો લીધો છે કે, બહુમત ન મળવાના કારણે અમે સરકાર બનવાનો દાવો નહિ કરીએ. હું રાજીનામુ આપવા માટે મહામહિમ રાજ્યપાલ પાસે જઈ રહ્યો છે. આટલું કહ્યા બાદ શિવરાજ તરત જ રાજભવન થવા રવાના થયા હતા. રાજીનામા બાદ શિવરાજે કહ્યું કે, હવે હું આઝાદ છું.

રાજ્યપાલને મળ્યા બાદ શિવરાજે કહ્યું કે, રાજીનામુ આપીને આવ્યો છું. પરાજય ની જવાબદારી ફક્ત મારી છે, કાર્યકર્તાઓએ અથાક પરિશ્રમ કર્યો છે.

જણાવી દઈએ કે, મંગળવારે આખો દિવસ ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થયા બાદ બુધવારે સવારે કોંગ્રેસ 114 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી.

https://twitter.com/ANI/status/1072728425130024960