Not Set/ ….તો હું જ ગાંધીજીને મારી નાખતી : હિન્દૂ અદાલતના પ્રથમ જજનું સનસનીખેજ નિવેદન

ઉત્તર પ્રદેશના મેરઠમાં બનેલી પહેલી હિન્દૂ અદાલતની પહેલી નિયુક્ત જજ ડો. પૂજા શકુન પાંડે એ કહ્યું કે એમને ગર્વ છે કે તેઓ અને એમનું સંગઠન અખિલ ભારત હિન્દૂ મહાસભા નાથુરામ ગોડસે ની પૂજા કરે છે. પોતાને સામાજિક કાર્યકર્તા અને ગણિતના પ્રોફેસર દર્શાવતા પૂજા શકુન એ કહ્યું કે હા, મને ગર્વ છે કે નાથુરામ ગોડસે ની પૂજા […]

Top Stories India
hindu court 69 1535022541 336181 khaskhabar ....તો હું જ ગાંધીજીને મારી નાખતી : હિન્દૂ અદાલતના પ્રથમ જજનું સનસનીખેજ નિવેદન

ઉત્તર પ્રદેશના મેરઠમાં બનેલી પહેલી હિન્દૂ અદાલતની પહેલી નિયુક્ત જજ ડો. પૂજા શકુન પાંડે એ કહ્યું કે એમને ગર્વ છે કે તેઓ અને એમનું સંગઠન અખિલ ભારત હિન્દૂ મહાસભા નાથુરામ ગોડસે ની પૂજા કરે છે.

પોતાને સામાજિક કાર્યકર્તા અને ગણિતના પ્રોફેસર દર્શાવતા પૂજા શકુન એ કહ્યું કે હા, મને ગર્વ છે કે નાથુરામ ગોડસે ની પૂજા કરે છે. તેઓ ગાંધીના હત્યારા નહતા. એમને ભારતીય સંવિધાન લાગુ થતા પહેલા સજા આપવામાં આવી હતી, જાઓ વાંચો.

એમણે આગળ જણાવ્યું કે હું ગર્વથી કહું છું કે જો, નાથુરામ ગોડસે પહેલા મારો જન્મ થયો હોત, તો હું જ ગાંધીને મારી નાખતી. અને આ પણ સાંભળી લો, જો આજે કોઈ ગાંધી પેદા થશે, જે દેશના ટુકડા કરવાની વાત કરશે, તો નાથુરામ ગોડસે પણ આ પુણ્યભૂમિ પરથી પેદા થશે.

65414016 ....તો હું જ ગાંધીજીને મારી નાખતી : હિન્દૂ અદાલતના પ્રથમ જજનું સનસનીખેજ નિવેદન

મહત્વનું છે કે યુપીના મેરઠમાં દેશની પહેલી કથિત હિન્દૂ અદાલત સ્થાપિત કરવાનો દાવો અખિલ ભારત હિન્દૂ મહાસભા નામક સંગઠને કર્યો છે. સંગઠનનો દાવો છે કે શરીયા અદાલત ની જેમ દેશમાં હિન્દૂ અદાલત સ્થાપિત કરવામાં આવશે.

સંગઠને અલીગઢની ડો. પૂજા શકુન પાંડે ને આ અદાલતના પહેલા જજ નિયુક્ત કરવામાં આવ્યા છે. મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અશોક શર્માનું કહેવાનું છે કે હિન્દૂ અદાલતમાં જમીન વિવાદ, મકાન અને લગ્ન મામલાને આપસમાં સહમતીથી સુલઝાવવામાં આવશે. એમણે કહ્યું કે 2 ઓક્ટોબરે નિયમોને સાર્વજનિક કરવામાં આવશે, જે મુજબ હિન્દૂ અદાલત કામ કરશે.

અખિલ ભારત હિન્દૂ મહાસભા ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્ર પ્રકાશ કૌશિક કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ થી ખુશ છે. એમણે કહ્યું કે જો આ દેશમાં મુસલમાન માટે શરીયા અદાલત હોઈ શકે, તો હિન્દૂ અદાલત કેમ નહિ. આમ પણ દેશની અદાલતમાં ઘણા કેસો વિચારાધીન છે. થોડા અમે સુલઝાવી લઈશું તો અદાલતોનો સમય બચશે.