Not Set/ ICICI બેંક લોન કેસ : CBI દ્વારા ચંદા કોચરના પતિ સામે શરુ કરાઈ પ્રારંભિક તપાસ

દિલ્લી, ખાનગી સેક્ટરની બેંક આઈસીઆઈસીઆઈ (ICICI) દ્વારા વીડિયોકોન ગ્રુપને ૩૨૫૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ આ ગ્રુપને લોન આપવા બદલે આઈસીઆઈસીઆઈ બેન્કના સીઇઓ ચંદા કોચર પર ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો સંવેદનાત્મક આરોપો લાગ્યા હતા ત્યારે શુક્રવારે સીબીઆઈ દ્બારા ચંદા કોચરના પતિ દિપક કોચર સામે પ્રારંભિક તપાસ શરુ કરી છે. દિપક કોચર સામે કરવામાં આવી રહેલી CBIની પ્રારંભિક […]

Top Stories
dffffffgj ICICI બેંક લોન કેસ : CBI દ્વારા ચંદા કોચરના પતિ સામે શરુ કરાઈ પ્રારંભિક તપાસ

દિલ્લી,

ખાનગી સેક્ટરની બેંક આઈસીઆઈસીઆઈ (ICICI) દ્વારા વીડિયોકોન ગ્રુપને ૩૨૫૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ આ ગ્રુપને લોન આપવા બદલે આઈસીઆઈસીઆઈ બેન્કના સીઇઓ ચંદા કોચર પર ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો સંવેદનાત્મક આરોપો લાગ્યા હતા ત્યારે શુક્રવારે સીબીઆઈ દ્બારા ચંદા કોચરના પતિ દિપક કોચર સામે પ્રારંભિક તપાસ શરુ કરી છે.

દિપક કોચર સામે કરવામાં આવી રહેલી CBIની પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, દિપક કોચર અને તેઓના બે સંબંધીઓ દ્વારા બનાવવામાં આવેલા ફર્મને વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂત દ્વારા લાંચ દ્વારા કેટલા રૂપિયા આપવામાં આવ્યા હતા.

સાથે સાથે એ પણ આરોપોની તપાસ કરવામાં આવી રહી છે કે, વીડિયોકોન ગ્રુપને ICICI બેંક દ્વારા આપવામાં આવેલી લોનની મદદ માટે કેટલીક લેવડ-દેવડ કરવામાં આવી અને જેમાં કોચર અને તેમના પરિવારના કેટલાક સભ્યોની કથિત સંલગ્નતા છે.

૪૦૦૦ કરોડ રૂપિયાની હેરા-ફેરીનો છે આરોપ

વીડિયોકોન ગ્રુપ અને ICICI બેંકના રોકાણકાર અરવિંદ ગુપ્તાએ ચંદા કોચર પર આરોપ લગાવ્યા હતા કે, “કોચરે વીડિયોકોનને કુલ ૪૦૦૦ કરોડ રૂપિયાની બે લોન મંજૂર કરવા માટે ખોટી રીતે લાભ લીધો હતો”.

મહત્વનું છે કે, રજીસ્ટાર ઓફ કંપનીઝમાં દાખલ કરવામાં આવેલી માહિતી મુજબ, ICICI બેંકના CEO ચંદા કોચર, તેઓના પતિ દિપક કોચર અને વીડિયોકોન ગ્રુપના MD વેણુગોપાલ ધૂત દ્વારા સાથે માંડીને ડિસેમ્બર,૨૦૦૮માં ન્યુ પાવર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ (NRPL)ના નામથી એક કંપની બનાવવામાં આવી હતી. NRPLમાં ધૂત, તેઓના પરિવારના સદસ્યો અને તેઓના સબંધીઓના ૫૦ ટકા શેર હતા. જયારે અન્ય ૫૦ ટકા શેર ચંદા કોચર, તેઓના પતિ દિપક કોચર અને પેસિફિક કેપિટલના નામ પર હતા.

પેસિફિક કેપિટલ કંપનીનું માલિકી દિપક કોચર પાસે હતી અને ત્યારબાદ એક વર્ષ પછી જાન્યુઆરી ૨૦૦૯માં ધૂતે NRPLના ડાયરેક્ટર પદથી રાજીનામું આપી દીધું હતું અને પોતાના લગભગ ૨૫૦૦૦ શેર દિપક કોચરને ટ્રાન્સફર કર્યા હતા.

માર્ચ ૨૦૧૦, અંત સુધીમાં સુપ્રીમ એનર્જીએ NRPL કંપનીનો મહત્તમ સંચાલન પોતાના હાથમાં લઇ લીધું હતું. જયારે દિપક કોચર પાસે માત્ર ૫ ટકા શેર રહ્યા હતા. પરંતુ ૮ મહિના પછી વેણુગોપાલ ધૂત દ્વારા સુપ્રીમ એનર્જીની પોતાની બધી હોલ્ડિંગ એમના સહયોગી મહેશ ચંદ્ર પુંગલિયાના નામે કરી દીધી હતી અને ત્યારબાદ બે વર્ષ પછી પુંગલિયાએ સુપ્રીમ એનર્જીમાં પોતાના તમામ સ્ટેક દિપક કોચરની પિનેકલ એનર્જીને માત્ર ૯ લાખ રૂપિયા આપ્યા હતા.