Not Set/ સ્પાઇસજેટ ફસાયું વિવાદોમાં, એરહોસ્ટેસના કપડા ઉતારીને તપાસ કરાયા હોવાના આરોપો આવ્યા સામે

ચેન્નઈ, ચેન્નઈમાં સ્પાઇસજેટની એરહોસ્ટેસ સાથે અભદ્ર વ્યવહાર થયો હોવાની ઘટના સામે આવી છે. આ અભદ્ર વ્યવહાર અંગે એક વિડીયો પણ આ એરહોસ્ટેસ દ્વારા વાઈરલ કરવામાં આવ્યો છે જેમાં તેઓ દ્વારા સ્પાઇસજેટની એરલાઇન્સ પર કપડા ઉતારીને તપાસ કરાયા હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા જો કે એરહોસ્ટેસના આરોપો બાદ એરલાઇન્સ દ્વારા આ દાવાનો ઇન્કાર કરાયો છે. A […]

India
sgg સ્પાઇસજેટ ફસાયું વિવાદોમાં, એરહોસ્ટેસના કપડા ઉતારીને તપાસ કરાયા હોવાના આરોપો આવ્યા સામે

ચેન્નઈ,

ચેન્નઈમાં સ્પાઇસજેટની એરહોસ્ટેસ સાથે અભદ્ર વ્યવહાર થયો હોવાની ઘટના સામે આવી છે. આ અભદ્ર વ્યવહાર અંગે એક વિડીયો પણ આ એરહોસ્ટેસ દ્વારા વાઈરલ કરવામાં આવ્યો છે જેમાં તેઓ દ્વારા સ્પાઇસજેટની એરલાઇન્સ પર કપડા ઉતારીને તપાસ કરાયા હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા

જો કે એરહોસ્ટેસના આરોપો બાદ એરલાઇન્સ દ્વારા આ દાવાનો ઇન્કાર કરાયો છે.

સ્પાઇસજેટના ક્રૂ મૅબર્સ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે, ફ્લાઈટમાંથી ઉતર્યા બાદ કોઈ શંકાના કારણે તેઓની તપાસ કરવામાં આવી કે તેઓ ઉડાન દરમિયાન જમવા અને બીજી વસ્તુઓના વેચાણથી જમા થયેલા પૈસા ચોરી કરી રહ્યા છે.

ત્યારબાદ સ્પાઇસજેટ દ્વારા આ વાતની પૃષ્ટિ કરવામાં આવી કે, સિક્યોરિટી ટીમની સુરક્ષા સાથે જોડાયેલા કેટલાક માપદંડ સંચાલિત પ્રક્રિયાઓ (એસઓપી)ના ધોરણે ૨૮ અને ૨૯ માર્ચની રાત્રે કેટલીક જગ્યાઓ પર “કપડાને સ્પર્શ કરીને તપાસ” કરી હતી. પરંતુ એરલાઇન્સ દ્વારા કપડા ઉતરાવીને તપાસ કરાવવાના આરોપોને રદ્દ કર્યા હતા.

જો કે આ અંગે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ક્રૂ મૅબર્સની તપાસ બંધ ઓરડામાં કરવામાં આવી અને મહિલાઓની તપાસ મહિલા સિક્યુરિટી ગાર્ડે જ લીધી હતી.

આ તમામ ઘટના અંગે એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એસઓપીથી હટીને તપાસ કરવાના આરોપોની ઇન્વેસ્ટીગેશન કરવામાં આવી રહ્યું છે અને આ મામલે દોષિત મળી આવ્યા બાદ તેઓ વિરુધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.