Not Set/ મેહુલ ચોકસીને એન્ટીગુઆમાં આવી રીતે ઘેરશે ભારત સરકાર …

ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોક્સી મુદ્દે ભારતના હાઇ કમિશનરે સોમવારે એન્ટીગુઆ અને બાર્બુડાના સંબંધીત સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી  હતી. સૂત્રોના જણાવ્યા મુજબ  હાઇ કમિશનરે એન્ટીગુઆના  અને બાર્બુડાના અધિકારીઓને લેખિત અને મૌખિક રીતે ચોક્સીની ત્યાં હાજરી હોવાની પુષ્ટિ કરવા, એની ધરપકડ કરવા અને જળ, જમીન અને હવાઈ કોઈ પણ માર્ગથી તેની આવન-જાવન પર પ્રતિબંધ લગાવવા માટે કહ્યું છે. Indian […]

India Trending
mehul choksi મેહુલ ચોકસીને એન્ટીગુઆમાં આવી રીતે ઘેરશે ભારત સરકાર ...

ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોક્સી મુદ્દે ભારતના હાઇ કમિશનરે સોમવારે એન્ટીગુઆ અને બાર્બુડાના સંબંધીત સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી  હતી. સૂત્રોના જણાવ્યા મુજબ  હાઇ કમિશનરે એન્ટીગુઆના  અને બાર્બુડાના અધિકારીઓને લેખિત અને મૌખિક રીતે ચોક્સીની ત્યાં હાજરી હોવાની પુષ્ટિ કરવા, એની ધરપકડ કરવા અને જળ, જમીન અને હવાઈ કોઈ પણ માર્ગથી તેની આવન-જાવન પર પ્રતિબંધ લગાવવા માટે કહ્યું છે.

ભારતમાં સરકારી સૂત્રોએ જણાવ્યું કે અમારા હાઈ કમિશનર આજે એન્ટીગુઆ અને બાર્બુડા સરકારના અધિકારીઓ સાથે મળી રહ્યા છે.  અમે ભારત અને એન્ટીગુઆ-બાર્બુડાની સરકારી એજન્સીઓ સાથે તાલમેલ ગોઠવવાની કોશિશ કરી રહ્યા છીએ. અને અમે આ મામલા પર સતત નજર રાખી રહ્યા છીએ.

મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં શામેલ છે. દેશની એજન્સીઓ પ્રિવેંશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દર્જ મામલાઓમાં એમની શોધ કરી રહી છે. મહત્વનું છે કે કેટલાક દિવસ પહેલા ખુદ મેહુલ ચોક્સીએ પોતાના વકીલ મારફતે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેઓ એન્ટીગુઆમાં છે. એમણે જણાવ્યું કે તેઓ એન્ટીગુઆ અને બાર્બુડા સરકારને નાગરિકતા આપવાનું આવેદન પણ આપી ચુક્યા છે.