Not Set/ પાકિસ્તાનનો આ વીઝા કાઉન્સિલર ભારતનો મોસ્ટ વોન્ટેટ

નવી દિલ્હી, નેશનલ ઈનવેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)એ વોન્ટેડની યાદી જાહેર કરી છે. જેમાં પાકિસ્તાનની એલચી કચેરીમાં કામ કરતાં અધિકારઓનો પણ સમાવેશ થાય છે. એનઆઈએએ પાકિસ્તાન દૂતાવાસના કર્મચારી આમીર ઝુબેર સિદ્દકીનો ફોટો જાહેર કરી તેના અંગે માહિતી આપવા જણાવ્યુ છે. શ્રીનગરમાં પાકિસ્તાનની એલચી કચેરીમાં વીઝા કાઉન્સિલર તરીકે કામ ચુકેલાં આમીર સિદ્દકી પર ૨૬/૧૧ જેવા હુમલાનુ ષડયંત્ર રચી […]

Top Stories
pakistan wanted પાકિસ્તાનનો આ વીઝા કાઉન્સિલર ભારતનો મોસ્ટ વોન્ટેટ

નવી દિલ્હી,

નેશનલ ઈનવેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)એ વોન્ટેડની યાદી જાહેર કરી છે. જેમાં પાકિસ્તાનની એલચી કચેરીમાં કામ કરતાં અધિકારઓનો પણ સમાવેશ થાય છે. એનઆઈએએ પાકિસ્તાન દૂતાવાસના કર્મચારી આમીર ઝુબેર સિદ્દકીનો ફોટો જાહેર કરી તેના અંગે માહિતી આપવા જણાવ્યુ છે.

શ્રીનગરમાં પાકિસ્તાનની એલચી કચેરીમાં વીઝા કાઉન્સિલર તરીકે કામ ચુકેલાં આમીર સિદ્દકી પર ૨૬/૧૧ જેવા હુમલાનુ ષડયંત્ર રચી રહ્યો હોવાનો આક્ષેપ છે. એનઆઈએ તરફથી જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ આમીર ઝુબેર સિદ્દકી કોલંબો સ્થિત પાકિસ્તાની દૂતાવાસમાં વીઝા કાઉન્સિલર તરીકે ફરજ બજાવતો હતો. તેણે ૨૦૧૪માં બે અન્ય પાકિસ્તાની અધિકારીઓ સાથે મળી અમેરીકા, ઈઝરાયલના દુતાવસ અને દક્ષિણ ભારતના કેટલાક સેના-નેવી અડ્ડાઓ પર  ૨૬/૧૧ જેવો હુમલો કરવાનુ ષડયંત્ર રચ્યુ હતું.

 

 

એનઆઈએના મતે કોલંબો દૂતાવાસમાં કામ કરતો અન્ય કર્મચારી પણ આ ષડયંત્રમાં ભાગીદાર હતો. માનવામાં આવી રહ્યુ છે, કે આ તમામ અધિકારીઓ અત્યારે પાકિસ્તાન પરત ફરી ચુક્યા છે તેમજ એનઆઈએએ તેમની સામે રેડકોર્નર નોટિસ જાહેર કરવા ઈન્ટરપોલને વિનંતી કરી છે. એનઆઈએએ ગત ફેબ્રુઆરી મહિનામાં જ આમિર જુબૈર સિદ્દકી સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જો કે અન્ય ૩ અધિકારીઓના નામનો હજી સુધી ખુલાસો થયો નથી. એનઆઈએની ચાર્જશીટમાં બે અધિકારીઓના કોડ નેમ વિનીથ અને બોસ ઉર્ફ શાહ લખવામાં આવેલ છે.