Not Set/ ઈસરોએ અંતરિક્ષમાં ભરી વધુ એક ઉડાન, લોન્ચ કર્યો Gsat-7A સેટેલાઈટ

શ્રીહરિકોટા, ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) દ્વારા અંતરિક્ષના ક્ષેત્રમાં ડંકો વગાડવમાં આવી રહ્યો છે, ત્યારે હવે બુધવારે ઇસરો દ્વારા Gsat-7A સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો છે. #WATCH: Communication satellite GSAT-7A on-board GSLV-F11 launched at Satish Dhawan Space Centre in Sriharikota. pic.twitter.com/suR92wNBAL— ANI (@ANI) December 19, 2018  વાયુસેના માટે બનશે ઉપયોગી Gsat-7Aની વાત કરવામાં આવે તો તે ગ્રાઉન્ડ […]

Top Stories India Trending
DuwBlbHWoAAZ7Z6 ઈસરોએ અંતરિક્ષમાં ભરી વધુ એક ઉડાન, લોન્ચ કર્યો Gsat-7A સેટેલાઈટ

શ્રીહરિકોટા,

ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) દ્વારા અંતરિક્ષના ક્ષેત્રમાં ડંકો વગાડવમાં આવી રહ્યો છે, ત્યારે હવે બુધવારે ઇસરો દ્વારા Gsat-7A સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો છે.

 વાયુસેના માટે બનશે ઉપયોગી

Gsat-7Aની વાત કરવામાં આવે તો તે ગ્રાઉન્ડ રડાર સ્ટેશન, એયરબેસ અને AWACS એયરક્રાફ્ટને ઇન્ટરલિંક કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત આ સેટેલાઈટથી ડ્રોન ઓપરેશન, માનવરહિત એરિયલ વ્હીકલ (UAV)મી તાકાત પણ વધશે. આ ઉપગ્રહ ભારતીય વાયુસેના માટે ખુબ ઉપયોગી બતાવવામાં આવી રહ્યો છે.

Image result for indian air force

આ સેટેલાઈટના લોન્ચિંગ સાથે જ ભારત દુનિયાના એ દેશોમાં સુમાર થશે જેઓ પાસે પોતાની સેના માટે સેટેલાઈટ લોન્ચ કરી ચુક્યા છે. અત્યારસુધીમાં અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોએ જ આ પ્રકારના સેટેલાઈટ સેના માટે લોન્ચ કર્યા છે.

આ પહેલા પણ ઈસરો દ્વારા ભારતીય નૌસેના માટે રુકમણી નામનો સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો છે.

આઠ વર્ષ માટે કામ કરશે આ સેટેલાઈટ

Gsat-7A નું નિર્માણ ઈસરો દ્વારા કરવામાં આવ્યું છે અને આ સેટેલાઈટ આગામી ૮ વર્ષ માટે કામ કરશે. આ સેટેલાઈટ ભારતીય ક્ષેત્રમાં કેયુ-બેન્ડના યુઝર્સને કોમ્યુનિકેશનની ક્ષમતાઓ પૂરી પાડશે.

ઈસરો દ્વારા જણાવ્યા અનુસાર, લોન્ચ થયાના ૧૯ મિનિટ બાદ જ, GSLV રોકેટ ૨,૨૫૦ કિગ્રાના Gsat-7A ને જિયોસ્ટેટિક પ્રસારિત ભ્રમણકક્ષા (GTO)માં લઈ જશે.