Not Set/ ઈસરોને મળી ભવ્ય સફળતા: અંતરીક્ષ દુર્ઘટનામાં અંતરીક્ષયાત્રીઓનો જીવ બચાવશે આ કેપ્સ્યુલ

ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશને ગુરુવારે દેશના હ્યુમન સ્પેસ ફ્લાઈટ પ્રોગ્રામ હેઠળ મહત્વનું પગલું લીધું છે. ઈસરોએ ગુરુવારે સવારે ભારતીય અંતરીક્ષયાત્રીઓને અવકાશમાં લઇ જવા માટેની કેપ્સ્યુલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ ક્રૂ બેલઆઉટ સીસ્ટમનું પરીક્ષણ શ્રીહરિકોટા ખાતે કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ વિશે જણાવતા ઈસરોના ચેરમેન કે સિવાને કહ્યું કે ક્રૂ બેલઆઉટ સીસ્ટમના પરીક્ષણને ભવ્ય સફળતા […]

Top Stories India

ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશને ગુરુવારે દેશના હ્યુમન સ્પેસ ફ્લાઈટ પ્રોગ્રામ હેઠળ મહત્વનું પગલું લીધું છે. ઈસરોએ ગુરુવારે સવારે ભારતીય અંતરીક્ષયાત્રીઓને અવકાશમાં લઇ જવા માટેની કેપ્સ્યુલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ ક્રૂ બેલઆઉટ સીસ્ટમનું પરીક્ષણ શ્રીહરિકોટા ખાતે કરવામાં આવ્યું હતું.

આ પરીક્ષણ વિશે જણાવતા ઈસરોના ચેરમેન કે સિવાને કહ્યું કે ક્રૂ બેલઆઉટ સીસ્ટમના પરીક્ષણને ભવ્ય સફળતા હાંસિલ થઇ છે. પરીક્ષણમાં કોઈ માણસની જગ્યાએ ક્રૂ મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્રૂ મોડલને એક કેપ્સ્યુલમાં રાખવામાં આવ્યું હતું અને કેપ્સ્યુલ રોકેટના એન્જીન સાથે જોડવામાં આવી હતી. જયારે સોલીડ એન્જીન મોટરને લોંચ કરવામાં આવી, તો કપ્સ્યુલ સફળતા પૂર્વક એન્જીનથી છૂટી પડી ગઈ હતી. ત્યારબાદ પેરાસુટની મદદથી કેપ્સ્યુલ સુરક્ષિત રીતે દરિયામાં લેન્ડ થઇ હતી.

એમણે વધુમાં જણાવ્યું કે 259 સેકંડના પરીક્ષણમાં બધું સફળતાપૂર્વક કામ કરતુ જોવા મળ્યું હતું. આ કેપ્સ્યુલનો હેતુ અંતરીક્ષ દુર્ઘટના સમયે અંતરીક્ષયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. સિવાને કહ્યું કે અમારું આગામી પરીક્ષણ ફ્લાઈટ મોડમાં કેપ્સ્યુલને એન્જીનથી છૂટી પાડવાનું રહેશે. આજના પરીક્ષણની જેમ જ, બીજા ઘણી સીસ્ટમનું પરીક્ષણ કરવામાં આવશે.