Not Set/ જૈન મુનિ તરુણસાગર મહારાજે ૫૧ વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હી, દેશભરમાં કેટલાક સામાજિક મુદ્દાઓ અંગે પોતાના વિચારો વ્યક્ત કરી ચુકેલા જૈનમુનિ તરુણસાગર મહારાજનું નિધન થઇ ગયું છે. તેઓએ ૫૧ વર્ષની ઉંમરે રાજધાની દિલ્હી સ્થિત શાહદરાના કૃષ્ણાનગરમાં શનિવાર સવારે ૩.૧૮ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓના અંતિમ સંસ્કાર શનિવાર બપોરે ૩ વાગ્યે દિલ્હી મેરઠ હાઈવે પર આવેલા તરુણસાગરમ તીર્થ પર થશે. Jain Muni Tarun […]

Top Stories India Trending
Dl OO9KX4AA 8Y9 જૈન મુનિ તરુણસાગર મહારાજે ૫૧ વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હી,

દેશભરમાં કેટલાક સામાજિક મુદ્દાઓ અંગે પોતાના વિચારો વ્યક્ત કરી ચુકેલા જૈનમુનિ તરુણસાગર મહારાજનું નિધન થઇ ગયું છે. તેઓએ ૫૧ વર્ષની ઉંમરે રાજધાની દિલ્હી સ્થિત શાહદરાના કૃષ્ણાનગરમાં શનિવાર સવારે ૩.૧૮ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓના અંતિમ સંસ્કાર શનિવાર બપોરે ૩ વાગ્યે દિલ્હી મેરઠ હાઈવે પર આવેલા તરુણસાગરમ તીર્થ પર થશે.

દેશભરમાં જૈનમુનિ તરુણસાગરની ગણના એક ક્રાંતિકારી સંતના સ્વરૂપમાં થતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ જલેબી ખાતા-ખાતા સંત બન્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓને કમળાની બીમારી હતી અને ત્યારબાદ તેઓને દિલ્હી સ્થિત એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ભરતી કરવામાં આવ્યા હતા.

પીએમ મોદી અને ગૃહમંત્રીએ પણ જતાવ્યો શોક

જૈનમુનિ તરુણસાગરના થયેલા નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું, ” જૈનમુનિના નિધનના સમાચાર સાંભળીને ખુબ દુઃખ પહોચ્યું છે. અમે તેઓના પ્રવચનો અને સમાજ પ્રત્યેના યોગદાન માટે યાદ કરીશું. મારી સંવેદનાઓ જૈન સમુદાય અને તેઓના શિષ્યો સાથે છે”.

મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં થયો હતો તેઓનો જન્મ

દેશના સામાજિક કે અન્ય મુદ્દાઓ અંગે પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેનારા જૈનમુનિ તરુણસાગર સ્વામીનો જન્મ ૨૬ જુન, ૧૯૬૭માં મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના એક ગામમાં થયો હતો. તેઓનું વાસ્તવિક નામ પવન કુમાર જૈન હતું. તેઓના પિતાનું નામ પ્રતાપ ચંદ્ર અને માતાનું નામ શાંતિબાઈ હતું.

તેઓએ સંત બનવા માટે ૧૩ વર્ષની ઉંમરે જ ૮ માર્ચ, ૧૯૮૧માં પોતાનું ઘર છોડી દીધું હતું. ત્યારબાદ તેઓએ ૨૦ વર્ષની ઉંમરમાં દિગંબર મુનિમાં દીક્ષા લીધી હતી.