Not Set/ જમ્મુ-કાશ્મીર : ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાક.ના ૫ સૈનિકોને કરાયા ઠાર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LOC) પર કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આતંક વિરૂદ્ધની પ્રવૃત્તિઓ સામે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. મંગળવારે કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની એક સૈન્ય ચોકી નષ્ટ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ કાર્યવાહીમાં પાક.ના ૫ સૈનિકોને ઠાર કરાયા છે. J & […]

Top Stories
dfdfdf જમ્મુ-કાશ્મીર : ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાક.ના ૫ સૈનિકોને કરાયા ઠાર

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LOC) પર કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આતંક વિરૂદ્ધની પ્રવૃત્તિઓ સામે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. મંગળવારે કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની એક સૈન્ય ચોકી નષ્ટ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ કાર્યવાહીમાં પાક.ના ૫ સૈનિકોને ઠાર કરાયા છે.

J & Kના મેંઢર સેક્ટરમાં કરવામાં આવી જવાબી કાર્યવાહી

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય સેના દ્વારા જમ્મુ-કાશ્મીરના પૂંછના મેંઢર સેક્ટરમાં આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પાક. દ્વારા દિન-પ્રતિદિન વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવે છે તેમજ છેલ્લા ૨૪ કલાકથી રાજોરી અને પૂંછ સેક્ટરમાં પાક.ની સેના દ્વારા સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે ત્યારે સેના દ્વારા આ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.   

પ્રાપ્ત માહિતી અનુસાર, આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને મોટું નુકશાન થયું છે તેમજ તેઓના સેનાના ૫ જવાનો ઠાર થયા છે અને એક ચોકીને પણ નષ્ટ કરવામાં આવી છે. સેના દ્વારા જણાવવામાં આવ્યું, આ કાર્યવાહીમાં પાક. અધિકૃત કાશ્મીરમાં કેટલાક નાગરિકો પણ ઘાયલ થયા છે.

આ પહેલા જાન્યુઆરી મહિનામાં પણ BSF દ્વરા કરવામાં આવી હતી કાર્યવાહી

મહત્વનું છે કે, આ પહેલા ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં પાકિસ્તાનના ગોળીબારમાં એક જવાન શહીદ થયો હતો, ત્યારે આ જવાનની શહાદતનો બદલો BSF દ્વારા માત્ર ૨૪ કલાકની અંદર જ લીધો હતો.

BSFના એક પ્રવક્તાએ જણાવ્યું, “જવાનોએ પાકિસ્તાની મોર્ટારની પોઝિશન મેળવ્યા બાદ તેને નિશાન બનાવીને નષ્ટ કરી હતી”.