Not Set/ કુંભ મેળાની યજમાની માટે તૈયારી થયું પ્રયાગરાજ, આ પ્રકારની હશે ખાસ સુવિધા

નવી દિલ્હી, ૧૫મી જાન્યુઆરીથી ૪ માર્ચ સુધી હિન્દુ કેલેન્ડરના માઘ માસમાં પ્રયાગરાજ ખાતે આયોજિત કરવામાં આવી રહેલા કુંભમેળા પહેલાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ચુકી છે. કુંભમેળાની યજમાની કરવા માટે પ્રયાગરાજ સજીને તૈયાર થઇ ચુક્યું છે. ત્યાં સંગમનો પૂરો વિસ્તાર મ માત્ર દિવસે પરંતુ રાતમાં પણ અદ્ભુત રોશનીથી ભરપુર જોવા મળી રહ્યો છે. જોવામાં આવે […]

Top Stories India Trending
કુંભ મેળાની યજમાની માટે તૈયારી થયું પ્રયાગરાજ, આ પ્રકારની હશે ખાસ સુવિધા

નવી દિલ્હી,

૧૫મી જાન્યુઆરીથી ૪ માર્ચ સુધી હિન્દુ કેલેન્ડરના માઘ માસમાં પ્રયાગરાજ ખાતે આયોજિત કરવામાં આવી રહેલા કુંભમેળા પહેલાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી ચુકી છે.

કુંભમેળાની યજમાની કરવા માટે પ્રયાગરાજ સજીને તૈયાર થઇ ચુક્યું છે. ત્યાં સંગમનો પૂરો વિસ્તાર મ માત્ર દિવસે પરંતુ રાતમાં પણ અદ્ભુત રોશનીથી ભરપુર જોવા મળી રહ્યો છે.

DvCRrb2VsAAAHes કુંભ મેળાની યજમાની માટે તૈયારી થયું પ્રયાગરાજ, આ પ્રકારની હશે ખાસ સુવિધા

જોવામાં આવે તો, આ પહેલા પ્રયાગરાજને આ પ્રકારે ક્યારેય પણ શણગારમાં આવ્યું નથી. અહીયાના સ્થાનિક એક વૃદ્ધ મહિલાએ કહ્યું હતું કે, હું એ કુંભમેળા ઘણા જોયા છે, પરંતુ આ પ્રકારનો ખાસ બંદોબસ્ત ક્યારેય પણ જોયો નથી.

એક મેળાના અધિકારીએ જણાવ્યું હતું કે, આ વખતનો કુંભ એક નવો અનુભવ હશે. આ કુંભ મેળા દરમિયાન સંગમ પર ૧૦ કિલોમીટર લાંબો ઘાટ અને ચેન્જિંગ રૂમ બનાવાયા છે. ૧ લાખ ૧૧ હજાર ૫૦૦ શૌચાલય બનાવાયા છે અને સફાઈ માટે પણ ૨૦,૦૦૦ કર્મચારીઓને તૈયાર કરાયા છે.

DvCRugzVYAAzbJc કુંભ મેળાની યજમાની માટે તૈયારી થયું પ્રયાગરાજ, આ પ્રકારની હશે ખાસ સુવિધા

પ્રશાસનના જણાવ્યા મુજબ, આ કુંભ મેળા દરમિયાન ૧૨ કરોડ યાત્રીઓ આવવાનું અનુમાન છે.

કુંભમેળાને લઈ કરવામાં આવેલી ખાસ તૈયારીઓ :

-નદી પર બેરિકેડિંગ થયેલ છે.

– સીસીટીવી કેમેરોથી મોનીટરીંગ કરવામાં આવશે અને વિડિઓ એનાલિટિકનો ઉપયોગ થશે.

– ઇન્ટિગ્રેટેડ નિયંત્રણ આદેશ કેન્દ્ર બનાવવામાં આવેલ છે.

DvCRvzYVYAAK ez કુંભ મેળાની યજમાની માટે તૈયારી થયું પ્રયાગરાજ, આ પ્રકારની હશે ખાસ સુવિધા

– ૪૦,૦૦૦ એલઇડી લાઇટ અને સ્પાયરલ લાઈટ લગાવવામાં આવી છે.

– લેઝર શો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રદર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

– તીર્થયાત્રીઓ માટે સેલ્ફી પોઈન્ટ, ફૂડ કોર્ટ અને કૉફી પોઇન્ટ બનાવ્યાં છે.

– આખા પ્રયાગરાજની પેન્ટિંગની અને સંસ્કૃતિના કાર્યક્રમો માટે કન્વેન્શન હોલ બનાવવામાં આવ્યા છે.

– પ્રયાગથી સંબંધિત પ્રવાસનની વાર્તા અને ઉત્તર પ્રદેશના સંપ્રદાયને બતાવવામાં આવશે.

– સંસ્કૃત ગામ માં ઇન્ડો વેલી સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રદર્શિત થશે.

– ભારતના બધા કલાઓને બતાવશે.

– વિદેશી પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી બનાવ્યું છે, જ્યાં સામાન્ય અને પ્રીમિયમ ક્લાસના ટેન્ટ મળશે.

– ૨૦,૦૦૦થી વધુ લોકોના રહેવાની સુવિધા છે, જ્યાં તેમને ભોજન પણ મળશે. આ ઉપરાંત ભંડારાની પણ વ્યવસ્થા કરાઈ છે.

– સંગમ પર ૨૦ લાખથી વધુ કલ્પવાસ રહેશે, જેના માટે ખાદ્યાન્ન વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

– દરેક સેક્ટરમાં બે એટીએમ મુકવામાં આવ્યા છે.

– ટ્રાફિકની સુગમતા માટે ૫ લાખ ગાડીઓની પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.