Not Set/ લોકસભાની સાથે આ ૫ રાજ્યોની યોજાઈ શકે છે વિધાનસભાની ચૂંટણી

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજવાને લઈ ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આ વચ્ચે ઇલેકશન કમિશન દ્વારા આગામી વર્ષે લોકસભાની સાથે દેશના ૫ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજી શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણીપંચ ૦૧૯માં લોકસભાની સાથે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા […]

Top Stories India Trending
voting 1520730246 લોકસભાની સાથે આ ૫ રાજ્યોની યોજાઈ શકે છે વિધાનસભાની ચૂંટણી

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજવાને લઈ ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આ વચ્ચે ઇલેકશન કમિશન દ્વારા આગામી વર્ષે લોકસભાની સાથે દેશના ૫ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજી શકે છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણીપંચ ૦૧૯માં લોકસભાની સાથે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા સભાની ચૂંટણી યોજવા માટેના સંકેત મળી રહ્યા છે.

cats 1033 લોકસભાની સાથે આ ૫ રાજ્યોની યોજાઈ શકે છે વિધાનસભાની ચૂંટણી
national-lok-sabha-elections-held-with-five-states-election commission

એક અધિકારીના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણીની સાથે સાથે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ એમ ચાર રાજ્યોની ચૂંટણી કરીને ચૂંટણીપંચ પોતાની પહેલાની પરંપરા નિભાવશે.

જમ્મુ-કાશ્મીરની ચૂંટણી યોજવાને લઈ તેઓએ કહ્યું, “J & K માં વિધાનસભા ભંગ કર્યા બાદ છ મહિનાની અંદર જ ફરીથી ચૂંટણી કરાવવાની છે અને તેની સીમા મેં મહિનામાં સમાપ્ત થઇ રહી છે. આ અરસામાં ચૂંટણીપંચ લોકસભાની સાથે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પણ યોજી શકે છે.

parliament kTNE લોકસભાની સાથે આ ૫ રાજ્યોની યોજાઈ શકે છે વિધાનસભાની ચૂંટણી
national-lok-sabha-elections-held-with-five-states-election commission

જમ્મુ-કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ છ વર્ષનો હોય છે, પરંતુ રાજ્યપાલ દ્વારા રાજ્યની વિધાનસભા ભંગ કરવામાં આવી ચુકી છે. જો કે જમ્મું-કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ ૧૬ માર્ચ, ૨૦૨૧ સુધી હતો.

બીજી બાજુ આંધ્રપ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ ૧૮ જૂન, ઓરિસ્સાનો ૧૧ જૂન, સિક્કિમનો ૨૭ મે અને અરુણાચલ પ્રદેશનો ૧ જૂનના રોજ સમાપ્ત થઇ રહ્યો છે.