Not Set/ રામ મંદિરના નિર્માણ અંગે UP સરકારના થયા વળતા પાણી, કહ્યું, “અમે કઈ પણ કરી શકતા નથી”

લખનઉ, છેલ્લા કેટલાક વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ મુદ્દે અનેક વિવાદો સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે, ત્યારે આ મુદ્દે રાજકીય પાર્ટીઓ વચ્ચે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે આ વચ્ચે આ વિવાદિત મુદ્દે ઉત્તરપ્રદેશની સરકાર દ્વારા મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ઉત્તરપ્રદેશના ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું […]

Top Stories India Trending
KESAV રામ મંદિરના નિર્માણ અંગે UP સરકારના થયા વળતા પાણી, કહ્યું, "અમે કઈ પણ કરી શકતા નથી"

લખનઉ,

છેલ્લા કેટલાક વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ મુદ્દે અનેક વિવાદો સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે, ત્યારે આ મુદ્દે રાજકીય પાર્ટીઓ વચ્ચે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે આ વચ્ચે આ વિવાદિત મુદ્દે ઉત્તરપ્રદેશની સરકાર દ્વારા મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

ઉત્તરપ્રદેશના ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે, “આ મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં છે, જેથી અમે આ મુદ્દે કઈ પણ કરી શકતા નથી”.

તેઓએ વધુમાં જણાવ્યું, “રામ મંદિરના નિર્માણ અંગે કઈ કરી શકતા નથી, પરંતુ સરકાર અયોધ્યામાં રામલલાનું સ્ટેચ્યુ ઉભું કરવા માટે કોઈ રોકી શકતું નથી. પરંતુ જો કોઈ રોકશે તો અમે જોઈ લઈશું”.

સરકાર બનાવી શકે છે કાયદો : પૂર્વ જસ્ટિસ ચેલમેશ્વર

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ચેલમેશ્વરે શુક્રવારે કહ્યું હતું કે, “દેશની સર્વોચ્ચ અદાલતમાં આ મામલો લંબિત હોવાના કારણે સરકારર રામ મંદિરના નિર્માણ માટે કાયદો બનાવી શકે છે”.

પૂર્વ જસ્ટિસ ચેલમેશ્વરની લઇ ટિપ્પણી એ સમયે આવી છે જયારે આ મંદિરના નિર્માણ માટેનો રસ્તો સ્પષ્ટ કરવા માટે સંઘ તેમજ વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા કાયદો બનાવવા માટેની માંગ વધતી રહી છે.

કેન્દ્ર સરકાર સંસદમાં એક પ્રસ્તાવ લાવી શકે છે : મૌર્ય

KESAV રામ મંદિરના નિર્માણ અંગે UP સરકારના થયા વળતા પાણી, કહ્યું, "અમે કઈ પણ કરી શકતા નથી"

મહત્વનું છે કે, આ પહેલા યુપીના નાયબ મુખ્યપ્રધાને રામ મંદિરના નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરતા કહ્યું, “મંદિરના નિર્માણ માટે જયારે કોઈ વિકલ્પ બચતો નથી, ત્યારે કેન્દ્ર સરકાર સંસદમાં એક પ્રસ્તાવ લાવી શકે છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “કેન્દ્ર સરકાર આ સંબંધમાં કાયદો લાવી શકે છે જયારે ભાજપ પાસે સંસદના બંને ગૃહોમાં બહુમતી હશે. જયારે આ સ્થિતિ આવશે ત્યારે પ્રસ્તાવ લાવવા માટેનો કોઈ વિક્પ્લ બચશે નહિ અને બંને ગૃહોમાં ભાજપ પાસે પર્યાપ્ત સાંસદો હશે, આ બંને વાત યાદ રાખવી જરૂરી છે”.

રામ મંદિરનું નિર્માણ આ લોકો માટે હશે શ્રદ્ધાંજલિ

મૌર્યએ આ પણ કહ્યું કે, “અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ અને સ્વર્ગીય નેતા અશોક સિંઘલ, રામ જન્મભૂમિ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ રામચંદ્ર દાસ પરમહંસ અને માર્યા ગયેલા કારસેવકો માટે શ્રાધ્ધાંજલિ હશે”.