Not Set/ કાયદાનો સિંકજો કડક-12 વર્ષથી નાની ઉંમરની કિશોરીઓ સાથે બળાત્કાર કરનારને ફાંસી

મધ્યપ્રદેશ સરકારે 12 વર્ષથી નાની ઉંમરની કિશોરીઓ સાથે બળાત્કાર અથવા ગેંગરેપ કરનાર આરોપીઓને ફાંસીની સજા આપવાના કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. મંત્રીમંડળની બેઠકમાં આ આરોપીઓને ફાંસીની સજા જ આપવાના કાયદાના ઠરાવને મંજૂરી આપી દેવામાં આવી છે. અત્યાર સુધી કાયદામાં 12 વર્ષથી નાની કિશોરી સાથે બળાત્કાર કે ગેંગરેપ કરવાના મામલે 10 વર્ષની સજાની અપીલ હતી. […]

Top Stories
minor rape main759 કાયદાનો સિંકજો કડક-12 વર્ષથી નાની ઉંમરની કિશોરીઓ સાથે બળાત્કાર કરનારને ફાંસી

મધ્યપ્રદેશ સરકારે 12 વર્ષથી નાની ઉંમરની કિશોરીઓ સાથે બળાત્કાર અથવા ગેંગરેપ કરનાર આરોપીઓને ફાંસીની સજા આપવાના કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. મંત્રીમંડળની બેઠકમાં આ આરોપીઓને ફાંસીની સજા જ આપવાના કાયદાના ઠરાવને મંજૂરી આપી દેવામાં આવી છે. અત્યાર સુધી કાયદામાં 12 વર્ષથી નાની કિશોરી સાથે બળાત્કાર કે ગેંગરેપ કરવાના મામલે 10 વર્ષની સજાની અપીલ હતી.

જો કે હવે માત્ર ફાંસી આપવાના ઠરાવને મંજૂરી અપાઈ છે. લગ્નની લાલચ આપીને શોષણ કરવાના આરોપમાં પણ સજા વધારવામાં આવી છે. નવા કાયદામાં કલમ 495 જોડવામાં આવી છે. જેમાં યુવતીઓનો પીછો કરવા પર એક લાખ રૂપિયાની સુધીનો દંડ અને સરકારી વકીલનો પક્ષ સાંભળ્યા વગર જામીન નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વિષે નિર્ભયાની માતાએ કાયદાને સમર્થન આપ્યું હતું અને કહ્યું કે આવો કાયદો જરૂરી હતો.