Not Set/ મધ્યપ્રદેશ: નદીમાં ટ્રક પડતાં 21 જાનૈયાઓના મોત

સીધી, મધ્યપ્રદેશના સીધી જિલ્લાથી અંદાજે 42 કિલોમીટર દૂર બહરી હનુમાન માર્ગ પર જાન લઇ જઇ રહેલ એક મિની ટ્રક પુલ પરથી પડી જતાં 21 લોકોના મોત થયાં છે, જ્યારે 30 લોકો ઘાયલ થયાં છે. સીધી જીલ્લા પાસે આવેલ સોન નદી પર બનેલા જુગદહા પુલ પરથી આ ટ્રક પડી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને […]

Top Stories
mp accident મધ્યપ્રદેશ: નદીમાં ટ્રક પડતાં 21 જાનૈયાઓના મોત

સીધી,

મધ્યપ્રદેશના સીધી જિલ્લાથી અંદાજે 42 કિલોમીટર દૂર બહરી હનુમાન માર્ગ પર જાન લઇ જઇ રહેલ એક મિની ટ્રક પુલ પરથી પડી જતાં 21 લોકોના મોત થયાં છે, જ્યારે 30 લોકો ઘાયલ થયાં છે. સીધી જીલ્લા પાસે આવેલ સોન નદી પર બનેલા જુગદહા પુલ પરથી આ ટ્રક પડી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે લઇ જવામાં આવ્યાં હતા. ઘાયલોમાંથી કેટલાંક ગંભીર હોવાને કારણે મૃત્યુઆંક વધી શકે છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ અકસ્માત પર દુ:ખ વ્યકત કરી પરિવારજનોને બે-બે લાખ રૂપિયા અને ઘાયલને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે.

ટ્રકમાં બેઠેલા લોકો આ જાનૈયા સિંગરૌલી જિલ્લાના જુગનીથી સીધી જિલ્લાના અમિલિયા જઇ રહ્યાં હતા. ત્યારે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, અમેલિયા નજીક સોન નદીના જોગદહા પુલથી મંળવારે રાતે 9.30 વાગે દેવસરના હર્રાબિજી ગામના મુજબ્બિલ ખાનની જાન મિની ટ્રકમાં સવાર થઈને સિહાવલના પમરિયા ગામ જઈ રહી હતી. અચાનક ટ્ક સોન નદીના પુલથી ડિવાઈડર તોડીને 100 ફૂટ નીચે પથ્થર સાથે ટકરાઈ. ઘટનાની સૂચના મળતા જ કલેક્ટર દિલીપકુમાર અને પોલીસ અધીક્ષક મનોજ શ્રીવાસ્તવ ઘટનાસ્થળે પહોંચી ગયાં. ઘાયલોને સીધા હોસ્પિટલ લઈ જવાયા.