Not Set/ મમતાનો અસહકાર : એનઆરસી મામલે સરકારી અધિકારીને ના આપ્યા જરૂરી દસ્તાવેજ

નવી દિલ્હી, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) ચકાસણી પ્રક્રિયામાં મમતા બેનર્જીનુ રાજ્ય પશ્ચિમ બંગાળ સૌથી મોટુ ડિફોલ્ટર રહ્યુ છે. રાજ્યના અલગ-અલગ ભાગોથી સંબંધિત જે લોકો વિવિધ કારણોસર આસામમાં રહેતા હતા તેમની ચકાસણી કરવામાં આવનાર હતી, પરંતુ રાજ્યએ દસ્તાવેજ પુરા પાડ્યા નથી. આ અંગેની જાણકારી ભારતના રજિસ્ટ્રાર જનરલ અને જનસંખ્યા કમિશનર શૈલેષ આપી છે. નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ […]

Top Stories India
Didi મમતાનો અસહકાર : એનઆરસી મામલે સરકારી અધિકારીને ના આપ્યા જરૂરી દસ્તાવેજ
નવી દિલ્હી,
નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) ચકાસણી પ્રક્રિયામાં મમતા બેનર્જીનુ રાજ્ય પશ્ચિમ બંગાળ સૌથી મોટુ ડિફોલ્ટર રહ્યુ છે. રાજ્યના અલગ-અલગ ભાગોથી સંબંધિત જે લોકો વિવિધ કારણોસર આસામમાં રહેતા હતા તેમની ચકાસણી કરવામાં આવનાર હતી, પરંતુ રાજ્યએ દસ્તાવેજ પુરા પાડ્યા નથી.
આ અંગેની જાણકારી ભારતના રજિસ્ટ્રાર જનરલ અને જનસંખ્યા કમિશનર શૈલેષ આપી છે. નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી)ની સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રાખનાર શૈલેષ એ પણ જણાવ્યુ કે, એનઆરસી અધિકારીઓએ જે પુરાવા માંગ્યા હતા તેને જમા કરાવવામાં પશ્ચિમ બંગાળ સરકારની મદદ કરવા માટે તેમણે પોતાના કર્મચારીઓને તૈનાત કર્યા હતા. પરંતુ આ પ્રયત્નો વ્યર્થ રહ્યા.
31TH THGRP NRC e1533196669683 મમતાનો અસહકાર : એનઆરસી મામલે સરકારી અધિકારીને ના આપ્યા જરૂરી દસ્તાવેજ
શૈલેષના જણાવ્યા મુજબ, તમામ રાજ્યોમાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાંથી અમને દસ્તાવેજ નથી મળ્યા. અમે આ માટે ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ અમને પશ્ચિમ બંગાળથી પર્યાપ્ત સંખ્યામાં દસ્તાવેજ નથી મળ્યા. 30 જુલાઈએ જાહેર એનઆરસી ડ્રાફ્ટથી આસામના 40 લાખ લોકોના નામ બહાર કરી દેવાયા છે.
મોટાભાગના નામ ભારતીય નાગરીક્તાના સમર્થનમાં યોગ્ય પુરાવા ન હોવાના કારણે હટાવાયા છે. શૈલેષનુ આ નિવેદન પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના આક્રમક વલણને જોતા મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી બેનર્જી સતત ભાજપ અને કેન્દ્ર સરકાર પર આસામમાં એનઆરસીના મુદ્દે પ્રહાર કરી રહી છે.