Not Set/ સ્કૂલના બાળકોને અપાઈ પેટમાં કીટાણુ મારવાની દવા : 1 નું મોત, 180 બીમાર

મુંબઈના ગોવંડી વિસ્તારમાં આવેલી સંજય નગર ઉર્દુ સ્કુલમાં પેટના કિટાણું મારવાની દવાથી 180 બાળકો બીમાર થઈ ગયા છે. બાળકોની હાલત વધારે ખરાબ થતા તેમને તરત નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક બાળકનું મોત થયું છે. ઘટનાની જાણ થતા ડીસીપી શહાજી ઉમાપ પહોંચી ગયા હતા અને કહ્યું હતું કે કેસ નોધી લેવામાં આવ્યો […]

Top Stories India
IMG 11 2 સ્કૂલના બાળકોને અપાઈ પેટમાં કીટાણુ મારવાની દવા : 1 નું મોત, 180 બીમાર

મુંબઈના ગોવંડી વિસ્તારમાં આવેલી સંજય નગર ઉર્દુ સ્કુલમાં પેટના કિટાણું મારવાની દવાથી 180 બાળકો બીમાર થઈ ગયા છે. બાળકોની હાલત વધારે ખરાબ થતા તેમને તરત નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક બાળકનું મોત થયું છે. ઘટનાની જાણ થતા ડીસીપી શહાજી ઉમાપ પહોંચી ગયા હતા અને કહ્યું હતું કે કેસ નોધી લેવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.

જાણકારી પ્રમાણે મુંબઈના ગોવંડી વિસ્તારની સંજય નગર ઉર્દુ સ્કુલમાં છેલ્લા બે દિવસથી બાળકોને પેટના કિટાણું મારવાની દવા આપવામાં આવી રહી હતી. આ સ્કુલ મુંબઈ મહાનગરપાલિકાની છે, જેમાં મનપાના હેલ્થ વિભાગ તરફથી બાળકોને આ દવા આપવામાં આવી રહી હતી.

દવા ખાધા પછી બાળકોએ પેટમાં દુખાવા અને ઉલ્ટીની ફરિયાદ કરી હતી. બાળકોની તબિયત વધારે ખરાબ થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક બાળકનું મોત થઈ ગયું છે.

પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે દવા એક્સપાયરી ડેટની હોઈ શકે છે, જેની ખરાબ અસર થઈ છે. ડીસીપી શહાજી ઉમાપે કહ્યું હતું કે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દવાઓનો જપ્ત કરી લેવામાં આવી છે.