Not Set/ મિશનરીઝ ઓફ ચેરિટીના ગેરકાનૂની કામનો નક્કર પુરાવો આવ્યો સામે: વાંચો અહીં

રાંચીના મિશનરીઝ ઓફ ચેરિટી સાથે જોડાયેલા નિર્મલ હૃદય દ્વારા બાળકોના વેચાણને લઈને રોજ ચોંકાવનારા તથ્ય સામે આવી રહ્યા છે. એક રિપોર્ટમાં એવો દસ્તાવેજ સામે આવ્યો છે જેનાથી સાફ થઇ જાય છે કે બાળકોને જન્મ આપવાવાળી મહિલાઓના અભિભાવકો પાસેથી સોગંદનામું લેવામાં આવે છે કે નવજાતને જન્મ આપ્યા બાદ એનાથી જોડાયેલા બધા અધિકાર મિશનરી ઓફ ચેરિટી પાસે […]

Top Stories India
Police Interogartion 3 મિશનરીઝ ઓફ ચેરિટીના ગેરકાનૂની કામનો નક્કર પુરાવો આવ્યો સામે: વાંચો અહીં

રાંચીના મિશનરીઝ ઓફ ચેરિટી સાથે જોડાયેલા નિર્મલ હૃદય દ્વારા બાળકોના વેચાણને લઈને રોજ ચોંકાવનારા તથ્ય સામે આવી રહ્યા છે. એક રિપોર્ટમાં એવો દસ્તાવેજ સામે આવ્યો છે જેનાથી સાફ થઇ જાય છે કે બાળકોને જન્મ આપવાવાળી મહિલાઓના અભિભાવકો પાસેથી સોગંદનામું લેવામાં આવે છે કે નવજાતને જન્મ આપ્યા બાદ એનાથી જોડાયેલા બધા અધિકાર મિશનરી ઓફ ચેરિટી પાસે રહેશે. અને ભવિષ્યમાં બાળાને લઈને કોઈ પણ દાવો કરવામાં નહિ આવે.

સરકારી અધિકારીઓનું કહેવાનું છે કે આવી રીતે સોગંદનામું લેવું પુરી રીતે ગેરકાનૂની છે. રાંચીના સમાજ કલ્યાણ અધિકારી કંચન સિંહે જણાવ્યું કે આ રીતે સોગંદનામું લેવું પુરી રીતે ગેરકાનૂની છે.

copy 071218055947 e1531405632443 મિશનરીઝ ઓફ ચેરિટીના ગેરકાનૂની કામનો નક્કર પુરાવો આવ્યો સામે: વાંચો અહીં

આ સંસ્થાના મોનીટરીંગ હેઠળ બાળકને જન્મ આપવાવાળી અવિવાહિત મહિલાઓના અભિભાવકો પાસેથી હસ્તાક્ષર કરાવીને જે સોગંદનામું લેવામાં આવતું હતું એમાં લખ્યું છે કે હું શ્રી/સુશ્રી/શ્રીમતી… મારી પુત્રી/બહેન/ભત્રીજી/સંબંધી… ને મિશનરીઝ ઓફ ચેરિટીની સીસ્ટરોના સંરક્ષણમાં કેટલાક દિવસો માટે એની ડિલિવરી(પ્રસવ) સુધી રાખવા માંગુ છું. કારણ કે મારી પુત્રી/બહેન/ભત્રીજી/સંબંધી લગ્ન પહેલા છોકરા સાથે ખોટું કરીને ગર્ભવતી થઇ ગઈ છે.

એટલા માટે પોતાની પુરી ઈચ્છાથી બાળકને મિશનરીઝ ઓફ ચેરિટીની સીસ્ટરોને સદા માટે સોંપી દેવા માંગુ છું. અમને પણ બાળક જોઈતું નથી. પ્રસવ બાદ અમે અમારી પુત્રી/બહેન/ભત્રીજી/સંબંધીને ઘરે લઇ જઈસુ. પ્રસવ અથવા ઓપરેશન દરમિયાન મારી પુત્રી/બહેન/ભત્રીજી/સંબંધીની જાન પાર ખતરો હશે તો એની જવાબદારી સીસ્ટરો પર નહિ, અમારી પોતાની રહેશે.

આ સોગંદનામું મિશનરીઝ ઓફ ચેરિટીમાં થતી ગેરીરીતીઓનો સૌથી મોટો પુરાવો છે. રાંચીની મિશનરીઝ ઓફ ચેરિટી સાથે જોડાયેલી સંસ્થા નિર્મલ હૃદય દ્વારા બાળકોને વેચવાના આરોપમાં સંસ્થાની એક નન અને એક કર્મચારી એનીમા ઈન્દવારની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી.