Not Set/ LIVE : યુપીમાં મોદી મેજિક રહ્યું નિષ્ફળ, નૂરપુર અને કૈરાનામાં ભાજપનો થયો કારમો પરાજય

કૈરાના, તાજેતરમાં યોજાયેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા આંચકા બાદ વધુ એક ઝટકો લાગવા જઈ રહ્યો છે. ગુરુવારે ત્રણ રાજ્યોની ૪ લોકસભા અને નવ રાજ્યોની ૧૦ વિધાનસભા સીટ પર પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની કૈરાના લોકસભા સીટ અને નૂરપુર વિધાનસભા બેઠક પર મોદી […]

Top Stories Trending
modi akhilesh 759 LIVE : યુપીમાં મોદી મેજિક રહ્યું નિષ્ફળ, નૂરપુર અને કૈરાનામાં ભાજપનો થયો કારમો પરાજય

કૈરાના,

તાજેતરમાં યોજાયેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા આંચકા બાદ વધુ એક ઝટકો લાગવા જઈ રહ્યો છે. ગુરુવારે ત્રણ રાજ્યોની ૪ લોકસભા અને નવ રાજ્યોની ૧૦ વિધાનસભા સીટ પર પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની કૈરાના લોકસભા સીટ અને નૂરપુર વિધાનસભા બેઠક પર મોદી મેજિક ફેલ થતું જોવા મળી રહ્યું છે.

મતગણતરી બાદ પ્રાપ્ત થયેલા આંકડાઓ મુજબ, ભારતીય જનતા પાર્ટીને નૂરપુર વિધાનસભા બેઠક પર મોટો આંચકો લગતા હારનો સામનો કારવો પડી રહ્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા નઈમુલ હસને ભાજપના ઉમેદવાર અવની સિંહને ૬૬૮૮ વોટથી હરાવ્યા છે.

નૂરપુર વિધાનસભા બેઠક પર સવારથી જ મતગણતરી હાથ ધરાઈ હતી ત્યારથી જ SP આગાળ ચાલી રહી હતી અને અંત સુધી તે યથાવત રાખતા ભાજપને હરાવ્યું હતું.

જયારે યુપીમાં લોકસભાની હાઈ પ્રોફાઇલ બેઠક કૈરાનામાં પણ ભાજપનો કરુણ રકાસ થયો છે. કૈરાનામાં આરએલડીના ઉમેદવાર તબસ્સુમ હસને ભાજપના ઉમેદવારને ૪૯,૪૫૪ મતોથી હરાવ્યા છે.

મહત્વનું છે કે, આ પહેલા CM યોગી આદિત્યનાથના ગઢ મનાતા ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીની હાર થઇ હતી. આ ત્યારે આ સાથે જ રાજ્યમાં યોગી સરકારના ગઠન બાદ અત્યારસુધીમાં ભાજપ ત્રીજી લોકસભા બેઠક પર પણ હારનો સામનો કરવા જઈ રહ્યો છું.

ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે, આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા આ પેટા-ચૂંટણી મોદી લહેર વિરુધ તમામ વિપક્ષી પાર્ટીઓ માટે નવા પ્રાણ ફૂકવા જઈ રહી છે.