Not Set/ મોનસૂન સત્ર : વર્ષ ૨૦૦૦ બાદ સેશનમાં થયું સૌથી વધુ કામ, મોદી સરકાર માટે પણ રહ્યું લાભદાયી

નવી દિલ્હી, ગત ૧૮ જુલાઈથી શરુ થયેલું મોનસૂન સત્ર શુક્રવારે સમાપ્ત થયું છે. આ સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ અંગે ચર્ચા થઇ છે અને મહત્વના બીલ પણ સંસદમાં પસાર કરવામાં વર્તમાન સરકારને સફળતા મળી છે. ત્યારે તેલુગુ દેશમ પાર્ટી દ્વારા સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ સાથે શરુ થયેલું આ સત્ર કામના હિસાબથી ખુબ સારું રહ્યું […]

Top Stories India
lok sabha મોનસૂન સત્ર : વર્ષ ૨૦૦૦ બાદ સેશનમાં થયું સૌથી વધુ કામ, મોદી સરકાર માટે પણ રહ્યું લાભદાયી

નવી દિલ્હી,

ગત ૧૮ જુલાઈથી શરુ થયેલું મોનસૂન સત્ર શુક્રવારે સમાપ્ત થયું છે. આ સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ અંગે ચર્ચા થઇ છે અને મહત્વના બીલ પણ સંસદમાં પસાર કરવામાં વર્તમાન સરકારને સફળતા મળી છે. ત્યારે તેલુગુ દેશમ પાર્ટી દ્વારા સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ સાથે શરુ થયેલું આ સત્ર કામના હિસાબથી ખુબ સારું રહ્યું છે.

સામે આવેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૦૦ બાદ આ મોનસૂન સત્રમાં સૌથી વધુ કામ થયું છે. શુક્રવારે પૂર્ણ થયેલા આ સત્રમાં લોકસભામાં નિર્ધારિત સમય કરતા ૧૦ ટકા વધુ કામ થયું છે, જયારે રાજ્યસભામાં ૬૬ ટકા કામ થયું છે. આ મોનસૂન સત્ર દરમિયાન ૨૦ બીલ સંસદમાં રજૂ કરાયા હતા જેમાંથી ૧૮ બીલ પાસ થઇ શક્યા છે.

બીજી બાજુ આ સત્રમાં વર્તમાન સત્તાધારી મોદી સરકારને સૌથી વધુ સમય આપવામાં આવ્યો છે. આ સત્ર દરમિયાન દેશના પછાત વર્ગના લોકો માટે લાવવામાં આવેલા રાષ્ટ્રીય પછાત વર્ગ કમિશનને બંધારણીય દરજ્જો આપવો તેમજ SC/ST એક્ટ હેઠળ ધરપકડ કરવા માટે કાયદો બનાવવો સરકાર માટે સૌથી વધુ ફાયદાકારક થઇ શકે છે.

આ ઉપરાંત શુક્રવારે સમાપ્ત થયેલા સત્રમાં ઘર ખરીદવા માટેના સંશોધનના પ્રસ્તાવ તેમજ આર્થિક ભાગેડુ બીલ પણ સંસદમાં પસાર કરવામાં આવ્યા છે.

મોનસૂન સત્રમાં અંદાજે ૨૬ ટકા બીલો સંસદીય સમિતિને મોકલવામાં આવ્યા છે. અ સત્રમાં પ્રશ્નકાળના સમય દરમિયાન લોકસભામાં ૮૫ ટકા જયારે રાજ્યસભામાં ૬૮ ટકા કામ થયું છે. આ દરમિયાન ૯૯૯ જેટલા બીલ પસાર કરવામાં આવ્યા છે.

લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને જણાવ્યું, “હું એ ઘણી વાર ગૃહને ચલાવવા માટે જોર આપ્યું છે, કારણ કે તેઓ વિશ્વસનીયતા બનાવી રખાય. આ સત્ર પાછળના સત્રના મુકાબલામાં વધુ સારું રહ્યું છે.

જયારે રાજ્યસભાના ચેરમેન અને ઉપ-રાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ કહ્યું, “આ પહેલાના બજેટ સેશનમાં મુકાબલામાં આ સત્રમાં ૩ ગણું વધુ કામ થયું છે.