Not Set/ MP : મંદસૌરમાં ૭ વર્ષની માસૂમ બાળકી સાથે જે પ્રકારે કરાયું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, તે વાંચીને રહી જશો દંગ

મંદસૌર, દેશભરમાં માસૂમ બાળકીઓ પર થતા દુષ્કર્મની ઘટનાઓ બાદ સરકાર દ્વારા POCSO એક્ટમાં ફેરફાર કરીને આરોપીઓને મોતની સજા ફટકારવા માટે કાયદો બનાવાયો છે. આ કાયદો બન્યા બાદ પણ બાળકીઓ પર થતા દુષ્કર્મની ઘટનાઓમાં નોધપાત્ર વધારો થયો છે, ત્યારે મધ્યપ્રદેશના મંદસૌરમાં ૭ વર્ષની બાળકી પર જે પ્રકારે સૃષ્ટિ વિરોધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. આ સૃષ્ટિ વિરોધનું […]

Top Stories India Trending
dc Cover gimg55nlnr2s6e0rorh1vrmlu5 20180520024156.Medi MP : મંદસૌરમાં ૭ વર્ષની માસૂમ બાળકી સાથે જે પ્રકારે કરાયું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, તે વાંચીને રહી જશો દંગ

મંદસૌર,

દેશભરમાં માસૂમ બાળકીઓ પર થતા દુષ્કર્મની ઘટનાઓ બાદ સરકાર દ્વારા POCSO એક્ટમાં ફેરફાર કરીને આરોપીઓને મોતની સજા ફટકારવા માટે કાયદો બનાવાયો છે. આ કાયદો બન્યા બાદ પણ બાળકીઓ પર થતા દુષ્કર્મની ઘટનાઓમાં નોધપાત્ર વધારો થયો છે, ત્યારે મધ્યપ્રદેશના મંદસૌરમાં ૭ વર્ષની બાળકી પર જે પ્રકારે સૃષ્ટિ વિરોધનું કૃત્ય આચરવામાં આવ્યું છે.

આ સૃષ્ટિ વિરોધનું કૃત્યએ રાજધાની દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડની યાદ અપાવી છે.

ગત મંગળવારે મંદસૌરમાં એક ૭ વર્ષની બાળકીને સ્કૂલમાંથી કિડનેપ કરીને તેના પર બળાત્કાર કરાયો હતો. ત્યારબાદ જે પ્રકારે આરોપીએ આ બાળકી પર હુમલા કર્યા હતા અને તેના પ્રાઈવેટ પાર્ટને પણ નુકશાન પહોચાડ્યું હતું. સાથે સાથે આ બાળકી પર હુમલા કર્યા બાદ તેની હત્યા કરવાની કોશિશ કરવામાં આવી હતી.

Master 3 MP : મંદસૌરમાં ૭ વર્ષની માસૂમ બાળકી સાથે જે પ્રકારે કરાયું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, તે વાંચીને રહી જશો દંગ

જો કે હવે આ બાળકી પર કરાયેલી હેવાનિયત સામે આવ્યા બાદ જિલ્લામાં પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ વિરોધમાં ગુરુવારે લોકોએ વિરોધમાં દુકાનો પણ બંધ રાખી હતી, તો મુસ્લિમ સમુદાયના લોકોએ આરોપીને મોતની સજા ફટકારવામાં આવે.

બાળકીની હાલત જોઈ ડોકટર પણ કંપી ઉઠયા

મીડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ માસૂમ બાળકી સાથે જે પ્રમાણે માનવતા નેવે મુકીને હદ પાર કરવામાં આવી છે કે, ડોકટરો પણ કંપી ઉઠયા હતા. ડોકટરોએ જણાવ્યું, હોસ્પિટલમાં ભરતી કરાયેલી આ બાળકી જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ગુરુવારે તેના શરીર પર કેટલીક સર્જરી કરવામાં આવી છે. આ બાળકીના શરીર પર આરોપીએ ધારદાર હથિયાર દ્વારા હુમલો કરાયો છે જેથી તેના શરીર પર ઉંડા ઘા છે.

સ્થાનિક પોલીસ દ્વારા પણ CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે અને આ નરાધમને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે. બીજી બાજુ આ ઘટનાની પીડિતા બાળકી હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે જંગ લડી રહી છે.