Not Set/ અર્થવ્યવસ્થાને લઇ સામે આવ્યા કાળા વાદળો, રોકાણ પહોંચ્યું છેલ્લા ૧૪ વર્ષના નીચલા સ્તરે

મુંબઈ, કેન્દ્ર સરકાર દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આગામી સમયમાં દેશની અર્થવ્યવસ્થા દુનિયાની ટોચની પાંચ ઈકોનોમીમાં સુમાર થઇ શકે છે, જો કે આ પહેલા જ અર્થવ્યવસ્થા અંગે એક ઝટકો લાગ્યો છે. ડિસેમ્બરમાં સમાપ્ત થયેલી ત્રિમાસિક ગાળાને લઈ થયેલા રોકાણ આંકડા છેલ્લા ૧૪ વર્ષના તળિયે પહોંચી ગયા છે. ભારતીય કંપનીઓ દ્વારા વર્ષના ત્રિમાસિક ગાળામાં એક લાખ […]

Top Stories Trending Business
pm modi અર્થવ્યવસ્થાને લઇ સામે આવ્યા કાળા વાદળો, રોકાણ પહોંચ્યું છેલ્લા ૧૪ વર્ષના નીચલા સ્તરે

મુંબઈ,

કેન્દ્ર સરકાર દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આગામી સમયમાં દેશની અર્થવ્યવસ્થા દુનિયાની ટોચની પાંચ ઈકોનોમીમાં સુમાર થઇ શકે છે, જો કે આ પહેલા જ અર્થવ્યવસ્થા અંગે એક ઝટકો લાગ્યો છે.

ડિસેમ્બરમાં સમાપ્ત થયેલી ત્રિમાસિક ગાળાને લઈ થયેલા રોકાણ આંકડા છેલ્લા ૧૪ વર્ષના તળિયે પહોંચી ગયા છે.

621206 growth અર્થવ્યવસ્થાને લઇ સામે આવ્યા કાળા વાદળો, રોકાણ પહોંચ્યું છેલ્લા ૧૪ વર્ષના નીચલા સ્તરે
national-new-investment-on-14-years-low-economy

ભારતીય કંપનીઓ દ્વારા વર્ષના ત્રિમાસિક ગાળામાં એક લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ઘોષણા થઇ છે. આ આંકડો સપ્ટેમ્બર મહિના સુધીના ત્રિમાસિક ગાળાની તુલનામાં ૫૩ ટકા ઓછું જયારે ગત વર્ષ કરતા ૫૫ ટકા ઓછું છે.

આ આંકડો સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઈકોનોમી (CMII)ના પ્રોજેક્ટ ટ્રેકિંગ ડેટાબેસના આંકડો પરથી સામે આવ્યા છે.

નવી પરિયોજનાઓમાં આ ઘટાડો પ્રાઈવેટ ક્ષેત્ર દ્વારા પ્રોજેક્ટની ઘોષણાઓમાં થયેલા ઘટાડાને કારણે થયો છે. સપ્ટેમ્બર મહિનાની તુલનામાં ડિસેમ્બરમાં પ્રાઈવેટ ક્ષેત્રની પરિયોજનાઓમાં ૬૨ ટકાનો ઘટાડો થયો છે.

rupee fall અર્થવ્યવસ્થાને લઇ સામે આવ્યા કાળા વાદળો, રોકાણ પહોંચ્યું છેલ્લા ૧૪ વર્ષના નીચલા સ્તરે
national-new-investment-on-14-years-low-economy

આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષની સપ્ટેમ્બર મહિનાની તુલનામાં ડિસેમ્બર સુધીના ત્રિમાસિક ગાળામાં સરકારી પરિયોજનાઓમાં પણ ઘટાડો થયો છે. ડિસેમ્બર મહિનાના હાલના રોકાણની તુલનામાં ગત ત્રિમાસિક ગાળા કરતા ૩૭ ટકાનો ઘટાડો થયો છે. આ આંકડો ડિસેમ્બર ૨૦૦૪પછી સૌથી નીચલા સ્તરે છે.

બેડ લોનમાં સતત વધારો, ચૂંટણી પહેલા નીતિઓની અનિશ્ચિત્તાઓમાં વધારો અને પહેલાથી જ લટકેલી પરિયોજનાઓને આગળ વધારવા માટે થયેલા નહિવત સુધારાના કારણે ભારતીય ઉદ્યોગોમાં ઘટાડો થયો છે.