Not Set/ દિલ્લીમાં વધી રહેલા પ્રદુષણ પર MCD અને સરકાર સામે NGT ની લાલ આંખ

રાજધાની દિલ્લીમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રદુષણમાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં દિલ્લીમાં પ્રદુષણની માત્ર એટલી ઘણી વધી રહી છે કે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદુષણને લઇ દિલ્લી સરકાર, એમસીડી અને પાડોશી રાજ્યની સરકારો સામે લાલ આંખ બતાવી છે. NGT દ્વારા જાણવામાં આવ્યું, “તમે હોસ્પિટલમાં જાઓ […]

India
images 2 2 દિલ્લીમાં વધી રહેલા પ્રદુષણ પર MCD અને સરકાર સામે NGT ની લાલ આંખ

રાજધાની દિલ્લીમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રદુષણમાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં દિલ્લીમાં પ્રદુષણની માત્ર એટલી ઘણી વધી રહી છે કે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદુષણને લઇ દિલ્લી સરકાર, એમસીડી અને પાડોશી રાજ્યની સરકારો સામે લાલ આંખ બતાવી છે. NGT દ્વારા જાણવામાં આવ્યું, “તમે હોસ્પિટલમાં જાઓ અને જુઓ લોકોને કયા પ્રકારની સમસ્યાઓ છે. તમે લોકોના જીવન સાથે મજાક કરી રહ્યા છો”.

download 3 2 દિલ્લીમાં વધી રહેલા પ્રદુષણ પર MCD અને સરકાર સામે NGT ની લાલ આંખ

આ અંગે વધુમાં જણાવતા NGT દ્વારા કહેવામાં આવ્યું, “આ તમામ પાર્ટીઓ માટે તે શરમજનક બાબત છે કે તમે આગામી પેઢીને શું આપી રહ્યા છો. બાંધકામનું કામ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે પરંતુ તમે તેને અટકાવવા માટે સક્ષમ નથી, આવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે ત્યારે જ તમે પગલાં લઈ રહ્યા છો”.

images 3 1 દિલ્લીમાં વધી રહેલા પ્રદુષણ પર MCD અને સરકાર સામે NGT ની લાલ આંખ

ઉલ્લેખનિય છે કે, રાજધાની દિલ્લી અને એનસીઆરમાં છેલ્લા બે દિવસમાં ધુમાડાને કારણે અનેક મુશ્કેલીઓમા વધારો થયો છે. સામાન્ય રીતે પ્રદુષણના બે માપદંડ છે પીએમ ૨.૫ અને પીએમ ૧૦. પરંતુ આ બંને લેવલ ૫૦૦ ને પાર પહોચી ચુક્યું છે.