Not Set/ ઓરિસ્સા : મહિલાઓને સંસદ અને વિધાનસભામાં 33 ટકા અનામત આપતો ઠરાવ પસાર

નવીન પટનાયકની આગેવાની હેઠળની ઓરિસ્સા સરકારે સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત માટેનો ઠરાવ પસાર કર્યો છે. જોકે, મહિલા અનામત બિલ સંસદમાં પહેલેથી જ અનિર્ણિત છે. ભાજપે સત્તા પર આવ્યા પહેલા આ બિલ અમલમાં મુકવાનું વચન આપ્યું હતું. જોકે, ભાજપ સરકાર મહિલાઓના અમુક મુદ્દાઓ જેવા કે, ત્રણ તલાક અને બેટી બચાઓ બેટી પઢાઓ […]

Top Stories India
1503685576 ઓરિસ્સા : મહિલાઓને સંસદ અને વિધાનસભામાં 33 ટકા અનામત આપતો ઠરાવ પસાર

નવીન પટનાયકની આગેવાની હેઠળની ઓરિસ્સા સરકારે સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત માટેનો ઠરાવ પસાર કર્યો છે. જોકે, મહિલા અનામત બિલ સંસદમાં પહેલેથી જ અનિર્ણિત છે.

ભાજપે સત્તા પર આવ્યા પહેલા આ બિલ અમલમાં મુકવાનું વચન આપ્યું હતું. જોકે, ભાજપ સરકાર મહિલાઓના અમુક મુદ્દાઓ જેવા કે, ત્રણ તલાક અને બેટી બચાઓ બેટી પઢાઓ પર જ ધ્યાન આપી રહી છે.

ઠરાવ જાહેર કરતા સમયે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે જણાવ્યું કે, નવું ઓરિસ્સા ખુબ ઝડપથી આગળ વધશે. ઓરિસ્સા જ એવી જગ્યા છે જ્યાં મહિલાઓ ખરેખર સત્તાધારી છે અને દેશના વિકાસમાં સામેલ છે.

આ ઠરાવ પસાર કરવા માટેનો મુખ્યમંત્રીનો નિર્ણય 2019ના લોકસભા અને વિધાનસભા ચૂંટણીના થોડા માસ પહેલા જ લેવામાં આવ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવાનું છે કે, આ નિર્ણયથી પાટનાયકને ભાજપ સામે લડવામાં મદદ મળશે.

આ સ્પષ્ટ છે કે પટનાયક પોતાને એક એવી વૈચારિક સ્થિતિમાં લાવી રહ્યા છે, જે ભાજપ અને કોંગ્રેસથી અલગ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પાટનાયકના આ નિર્ણયને ચૂંટણી માટેનો એક સ્ટંટ માનવામાં આવ્યો છે.