Not Set/ વિપક્ષી પાર્ટીઓના સમર્થનમાં માત્ર ૧૨૬ જ વોટ, જુઓ, સોનિયા-રાહુલ ગાંધીનું ગણિત ક્યાં થયું ફેલ

નવી દિલ્હી, ટીડીપી દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવની અગ્નિપરીક્ષા મોદી સરકારે પાસ કરી છે. શુક્રવારના રોજ દિવસભર ચાલેલા ૧૨ કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ વોટિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વર્તમાન મોદી સરકારના સમર્થનમાં ૩૨૫ વોટ પડ્યા હતા જયારે વિપક્ષી પાર્ટીઓના સમર્થનમાં ૧૨૬ સાંસદોએ પોતાના વોટ આપ્યા હતા. જો કે આ પ્રસ્તાવના વોટિંગ પહેલા કોંગ્રેસ દ્વારા ૧૩૩ સાંસદો પોતાના સમર્થનમાં છે એમ જણાવ્યું […]

India Trending
national herald વિપક્ષી પાર્ટીઓના સમર્થનમાં માત્ર ૧૨૬ જ વોટ, જુઓ, સોનિયા-રાહુલ ગાંધીનું ગણિત ક્યાં થયું ફેલ

નવી દિલ્હી,

ટીડીપી દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવની અગ્નિપરીક્ષા મોદી સરકારે પાસ કરી છે. શુક્રવારના રોજ દિવસભર ચાલેલા ૧૨ કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ વોટિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વર્તમાન મોદી સરકારના સમર્થનમાં ૩૨૫ વોટ પડ્યા હતા જયારે વિપક્ષી પાર્ટીઓના સમર્થનમાં ૧૨૬ સાંસદોએ પોતાના વોટ આપ્યા હતા.

જો કે આ પ્રસ્તાવના વોટિંગ પહેલા કોંગ્રેસ દ્વારા ૧૩૩ સાંસદો પોતાના સમર્થનમાં છે એમ જણાવ્યું હતું, પરંતુ પાર્ટીના સમર્થનમાં મળ્યા માત્ર ૧૨૬ જ વોટ.

DikiHWlXcAEs3Zv વિપક્ષી પાર્ટીઓના સમર્થનમાં માત્ર ૧૨૬ જ વોટ, જુઓ, સોનિયા-રાહુલ ગાંધીનું ગણિત ક્યાં થયું ફેલ

અત્રે ઉલ્લેખનીય છે કે, મોનસૂન સત્રના પહેલા જ દિવસે જયારે અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર કરાયો હતો ત્યારે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, કોણ કહે છે કે, અમારી પાસે સંખ્યાબળ નથી. ત્યારે હવે કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ગણિતમાં ક્યાં ભૂલ થઇ તે અંગે સવાલો ઉભા થયા છે.

બીજી બાજુ અવિશ્વાસના પ્રસ્તાવના વોટિંગ પહેલા કોંગેસ પાસે ૧૪૭ સાંસદો હતા, પરંતુ તેઓના સમર્થનમાં મળ્યા માત્ર ૧૨૬ વોટ જ. અટેલે કે પોતાના અનુમાન કરતા ૨૧ ઓછા.

આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી વોટોનું ગણિત મેનેજ કરવામાં અસફળ રહી અને તેઓ પાસે જે વોટ હતા તે વોટ પીએમ મોદી પોતાના ખાતામાં હાંસલ કરવામાં સફળ રહ્યા હતા. તેમજ કોંગ્રેસની નાકામી ત્યાં પણ સામે આવી જ્યાં તેઓ તેઓ વિપક્ષી પાર્ટીઓને મનાવવામાં નિષ્ફળ રહી તે વોટિંગ દરમિયાન ગૃહમાંથી બહાર રહી હતી.

લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ પર વિપક્ષી પાર્ટીઓને મળ્યા ૧૨૬ વોટ :

કોંગ્રેસ : ૪૭ સાંસદ, ટીએમસી : ૩૩ સાંસદ, TDP : ૧૬ સાંસદ, લેફ્ટ : ૧૦ સાંસદ, NCP : ૭ સાંસદ, સપા : ૭ સાંસદ, RJD : ૩ સાંસદ, AAP : ૩ સાંસદ, અન્ય દળ : ૭ સાંસદ