Not Set/ પંજાબના ગુરુદાસપુરમાંથી મળી પાકિસ્તાનની શંકાસ્પદ બોટ

પંજાબના ગુરુદાસપુરમાંથી પાકિસ્તાનની શંકાસ્પદ બોટ મળી આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) ગુરુદાસપુરના ડેરા બાબા નાનક સેક્ટરમાંથી આ બોટ ઝડપી હતી. આ સેક્ટરના સ્થાનિક મલ્લાહ તરસેમ મસીહે આ બોટ સૌ પ્રથમ જોઈ હતી અને ત્યારબાદ તેઓએ BSFના અધિકારીઓને જાણ કરી હતી. શંકાસ્પદ બોટ અંગે જાણ થતા જ BSFના અધિકારીઓએ ધર્મકોટ પત્તન પહોંચીને આ બોટ જપ્ત કરી હતી. આ […]

India
pak boat bsf 1513154668 618x347 1 પંજાબના ગુરુદાસપુરમાંથી મળી પાકિસ્તાનની શંકાસ્પદ બોટ

પંજાબના ગુરુદાસપુરમાંથી પાકિસ્તાનની શંકાસ્પદ બોટ મળી આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) ગુરુદાસપુરના ડેરા બાબા નાનક સેક્ટરમાંથી આ બોટ ઝડપી હતી. આ સેક્ટરના સ્થાનિક મલ્લાહ તરસેમ મસીહે આ બોટ સૌ પ્રથમ જોઈ હતી અને ત્યારબાદ તેઓએ BSFના અધિકારીઓને જાણ કરી હતી.

શંકાસ્પદ બોટ અંગે જાણ થતા જ BSFના અધિકારીઓએ ધર્મકોટ પત્તન પહોંચીને આ બોટ જપ્ત કરી હતી. આ બોટ વાદળી રંગનું છે અને એના પર લખ્યું છે કે તે નવ મંચ એગ્રો ફર્મ્સ, કસર, નારોવાલ સાથે જોડાયેલી છે. જેનો મેનેજર મોહમ્મદ સાજિદ છે જહાજ પર તેના ઓળખ નંબર 03431 237 545 અંકિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 042 36 666 195 પણ લખેલ છે. આ ઉપરાંત બોટ પર પણ પાકિસ્તાનની રાષ્ટ્રીય ચિહ્ન સાથે ઉર્દુમાં પણ કેટલીક લખાવામાં આવેલું છે.