Not Set/ IRCTC ટેન્ડર ગોટાળામાં લાલુ યાદવને મળી મોટી રાહત, કોર્ટે આપી જમાનત

નવી દિલ્હી, IRCTC ટેન્ડર ગોટાળા મામલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD સુપ્રીમો લાલુપ્રસાદ યાદવને સોમવારે મોટી રાહત મળવા જઈ રહી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા લાલુ યાદવ, તેઓના પત્ની રાબડી દેવી તેમજ પુત્ર તેજસ્વી યાદવ જમાનત આપવામાં આવી છે. કોર્ટ દ્વારા આ જમાનત ૧ લાખ રૂપિયાના બોન્ડ પર અપાઈ છે અને આગામી સુનાવણી ૧૧ […]

Top Stories India Trending
IRCTC ટેન્ડર ગોટાળામાં લાલુ યાદવને મળી મોટી રાહત, કોર્ટે આપી જમાનત

નવી દિલ્હી,

IRCTC ટેન્ડર ગોટાળા મામલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD સુપ્રીમો લાલુપ્રસાદ યાદવને સોમવારે મોટી રાહત મળવા જઈ રહી છે.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા લાલુ યાદવ, તેઓના પત્ની રાબડી દેવી તેમજ પુત્ર તેજસ્વી યાદવ જમાનત આપવામાં આવી છે. કોર્ટ દ્વારા આ જમાનત ૧ લાખ રૂપિયાના બોન્ડ પર અપાઈ છે અને આગામી સુનાવણી ૧૧ ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે તે અંગેનો આદેશ અપાયો હતો.

આ ઉપરાંત કોર્ટ દ્વારા અન્ય આરોપીઓ જેવા કે પૂર્વ કેન્દ્રીયમંત્રી પ્રેમચંદ ગુપ્તા, તેઓના પત્ની સરલા ગુપ્તા, IRCTCના તત્કાલિન પ્રબંધ ડાયરેક્ટર બી કે અગ્રવાલ તેમજ રાકેશ સક્સેનાને પણ જમાનત અપાઈ છે.

કોર્ટ દ્વારા જમાનત અપાય બાદ તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “અમને ન્યાયપ્રણાલીમાં વિશ્વાસ છે અને કોર્ટ તરફથી ન્યાય મળશે એ અંગે અમે સજાગ હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, લાલુપ્રસાદ યાદવ વિરુધ આરોપ હતો કે, તેઓએ રેલમંત્રી હતા ત્યારે IRCTCના બે હોટલોમાં કથિત રીતે એક પ્રાઈવેટ ફર્મ તરીકે આપ્યા હતા, જેમાં નાણાકીય ઉચાપત થઇ હોવાના આરોપ પણ લાગ્યા હતા. ત્યારબાદ આ મામલે તપાસ એજન્સી ED અને CBI દ્વારા યાદવ ફેમિલી પર શિકંજો કસાયો હતો.