Not Set/ પીડીપીના વરિષ્ઠ નેતા ઇમરાન અન્સારીનું ભાજપને લઈને ચોંકાવનારૂ નિવેદન

જમ્મુ-કાશ્મીરમાં રાજનીતિક અસમંજસ વચ્ચે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)માં બગાવત જોવા મળી રહી છે. પીડીપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી ઇમરાન રઝા અન્સારીએ પીડીપી-ભાજપ ગઠબંધન તુટવા માટે પાર્ટી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને જવાબદાર ઠેરવ્યા છે. ઇમરાન અન્સારી પહેલા એમના કાકા આબિદ અન્સારીએ મહેબૂબની આલોચના કરતા સંકેત આપ્યા હતા કે પીડીપીમાં સ્થિતિ બદતર છે. એમણે કહ્યું […]

Top Stories India
684235 narendra modi with mehbooba muftireuters પીડીપીના વરિષ્ઠ નેતા ઇમરાન અન્સારીનું ભાજપને લઈને ચોંકાવનારૂ નિવેદન

જમ્મુ-કાશ્મીરમાં રાજનીતિક અસમંજસ વચ્ચે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)માં બગાવત જોવા મળી રહી છે. પીડીપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી ઇમરાન રઝા અન્સારીપીડીપી-ભાજપ ગઠબંધન તુટવા માટે પાર્ટી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને જવાબદાર ઠેરવ્યા છે.

ઇમરાન અન્સારી પહેલા એમના કાકા આબિદ અન્સારીએ મહેબૂબની આલોચના કરતા સંકેત આપ્યા હતા કે પીડીપીમાં સ્થિતિ બદતર છે. એમણે કહ્યું કે તેઓ એક અસમર્થ મુખ્યમંત્રી સાબિત થયા છે, જેમણે જનતાની સાથે એમના પિતાના સપનાઓને પણ માટીમાં મેળવી દીધા હતા.

maxresdefault 2 1 પીડીપીના વરિષ્ઠ નેતા ઇમરાન અન્સારીનું ભાજપને લઈને ચોંકાવનારૂ નિવેદન

શ્રીનગરમાં આપેલા એક નિવેદનમાં ઈમરાને કહ્યું કે કોઈ એવું કહે કે ભાજપના કારણે પીડીપી-ભાજપ સરકાર પડી ભાંગી છે, તો એ ખોટું છે. સરકાર તુટવા માટે મહેબૂબા જવાબદાર છે. તેઓ સરકાર ચલાવવામાં અસમર્થ અને અક્ષમ મુખ્યમંત્રી હતા.

એમણે કહ્યું કે ભાજપે રાજ્યમાં ગઠબંધન સરકારને દરેક મોર્ચે પૂરો સાથ આપ્યો હતો. ભાજપ અને કેન્દ્ર સરકારની મદદથી વિસ્તારમાં વિભિન્ન વિકાસ યોજનાઓ માટે મોટી રકમ જાહેર થઇ છે. મહેબૂબાની અક્ષમતા અને નેતૃત્વહીનતાના કારણે સરકારી મશીનરી કામ ના કરી શકી.

muftishah 1458269339 પીડીપીના વરિષ્ઠ નેતા ઇમરાન અન્સારીનું ભાજપને લઈને ચોંકાવનારૂ નિવેદન

એમણે આરોપ લગાવ્યો કે પીડીપી-ભાજપ સરકાર ખાનદાની ડ્રામાં બની ગઈ હતી, જ્યાં ભાઈ, કાકા-ભત્રીજા, મામા, માસા અને માસીઓ જ ફેસલો લેતા દેખાતા હતા. આ સંગઠન સાથે રહેવું વ્યર્થ જ નહિ, પરંતુ બેઈજ્જતી છે. એટલે મે એવા દળથી, જ્યાં વરિષ્ઠ લોકોની વાતને નકારવામાં આવે છે, એમનાથી દુર રહેવાનો ફેસલો કર્યો છે.

જોકે, એ વાત જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ કે પીડીપી પોતાની પ્રાસંગિકતા ગુમાવી ચુકી છે. આવા દળના નેતા હોવું એ પણ ઉચિત નથી.