Not Set/ લોહપુરુષ સરદારની પુણ્યતિથિએ પીએમ મોદીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

દેશના સૌ પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની આજે ૬૮મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોહપુરુષને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વાર જણાવ્યું કે, “બધા ભારતવાસીઓ તેમની સેવાના ઋણી છે. તેમણે જે કાર્ય કર્યું છે તે યાદગાર છે. સૌ કોઈ તેમની સેવાના ઋણી છે. લોખંડી પુરુષના નામથી પ્રસિદ્ધ […]

India
Sardar Patel Image for blog Sandeep Manudhane SM sir 1 લોહપુરુષ સરદારની પુણ્યતિથિએ પીએમ મોદીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

દેશના સૌ પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની આજે ૬૮મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોહપુરુષને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ દ્વાર જણાવ્યું કે, “બધા ભારતવાસીઓ તેમની સેવાના ઋણી છે. તેમણે જે કાર્ય કર્યું છે તે યાદગાર છે. સૌ કોઈ તેમની સેવાના ઋણી છે. લોખંડી પુરુષના નામથી પ્રસિદ્ધ સરદાર પટેલે નાના નાના પ્રાંતોને એક કરીને ભારતમાં એકતા સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી”.

Untitled લોહપુરુષ સરદારની પુણ્યતિથિએ પીએમ મોદીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

ઉલ્લેખનિય છે કે, આઝાદીના ત્રણ વર્ષ બાદ ૧૫ ડિસેમ્બર ૧૯૫૦એ ૭૫ વર્ષની ઉંમરે સરદાર પટેલનું અવસાન થયુ હતુ.