Not Set/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું શિરડી ઇંટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે શિરડી ખાતે નવનિર્મિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ શિરડીથી મુંબઇની પ્રથમ ઉડાનને પણ લીલી ઝંડી બતાવી હતી. એરપોર્ટના ઉદ્ઘાટન સમયે મહારાષ્ટ્રના ગવર્નર સી.વિદ્યાસાગર રાવ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. એરપોર્ટના ઉદ્ઘાટન બાદ રાષ્ટ્રપતિ શિરડીમાં સાઈબાબા સમાધિના વર્ષિક તહેવારનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ મુંબઇ પાછા આવશે અને એક કાર્યક્રમમાં […]

India
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું શિરડી ઇંટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે શિરડી ખાતે નવનિર્મિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ શિરડીથી મુંબઇની પ્રથમ ઉડાનને પણ લીલી ઝંડી બતાવી હતી. એરપોર્ટના ઉદ્ઘાટન સમયે મહારાષ્ટ્રના ગવર્નર સી.વિદ્યાસાગર રાવ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.

એરપોર્ટના ઉદ્ઘાટન બાદ રાષ્ટ્રપતિ શિરડીમાં સાઈબાબા સમાધિના વર્ષિક તહેવારનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ મુંબઇ પાછા આવશે અને એક કાર્યક્રમમાં સામેલ થશે, જ્યાં શહેરી મહારાષ્ટ્રમાં ખુલ્લામાં શૌચમાંથી મુક્તિની ઘોષણા કરશે. ત્યારબાદ તેઓ દિલ્હી પરત ફરશે.