Not Set/ જનરલ કોટા અનામત બીલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, ૧ સપ્તાહમાં લાગુ થશે બીલ

નવી દિલ્હી, સરકારી નોકરીઓમાં સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ આપવા માટેના જનરલ કોટા અનામતના બીલને સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ બીલને મંજૂરી આપી છે. આ સાથે જ હવે ઉચ્ચ જાતિના ગરીબ એટલે કે આર્થિક રીતે પછાત પરિવારોના યુવાનોને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ મળવાનો રસ્તો […]

India Trending
96545614 ram જનરલ કોટા અનામત બીલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, ૧ સપ્તાહમાં લાગુ થશે બીલ

નવી દિલ્હી,

સરકારી નોકરીઓમાં સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ આપવા માટેના જનરલ કોટા અનામતના બીલને સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ બીલને મંજૂરી આપી છે.

આ સાથે જ હવે ઉચ્ચ જાતિના ગરીબ એટલે કે આર્થિક રીતે પછાત પરિવારોના યુવાનોને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ મળવાનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે.

બતાવવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા માત્ર એક સપ્તાહની અંદર જ આ બીલ સાથેના કાયદાકીય પ્રાવધાનોને અંતિમ રૂપ આપવામાં આવશે.

આ પહેલા સવર્ણોને ૧૦ ટકા અનામતના બીલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જ્યાં બીલના પક્ષમાં કુલ ૧૬૫ વોટ પડ્યા હતા, જયારે વિરોધમાં માત્ર ૭ વોટ જ પડ્યા હતા.

બીજી બાજુ આ બીલ સંસદમાં પસાર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પરિવર્તનની દિશામાં મહત્વનું પગલું બતાવ્યું હતું. તેઓએ જણાવ્યું, “૧૨૪મું સંશોધન બીલ, ૨૦૧૯ સંસદના બંને ગૃહોમાં પસાર થવું એ અમારા યુવા શક્તિને ભારતના પરિવર્તન પ્રત્યે તેઓના યોગદાનને બતાવવા માટે એક વિસ્તૃત કેનવાસ છે”.