Not Set/ મોદી રાજમાં દેશની બેંકો થઇ કંગાળ, છેલ્લા ૪ વર્ષમાં ૩ લાખ કરોડ રૂ.થી વધુની લોન કરાઈ રાઈટ ઓફ

નવી દિલ્હી, વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની મોદી સરકાર આવ્યા બાદ દેશની સાર્વજનિક બેંકોની હાલત ખુબ કંગાળ જોવા મળી રહી છે. છેલ્લા ચાર વર્ષમાં દેશની ૨૧ બેંકો દ્વારા જેટલી લોન વસૂલ કરવામાં આવું છે, તેના કરતા સાત ગણાથી વધુ બેકોનું NPA વધી ગયું છે. હાલમાં જ RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) દ્બારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં […]

Top Stories India Trending
2000 notes મોદી રાજમાં દેશની બેંકો થઇ કંગાળ, છેલ્લા ૪ વર્ષમાં ૩ લાખ કરોડ રૂ.થી વધુની લોન કરાઈ રાઈટ ઓફ

નવી દિલ્હી,

વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની મોદી સરકાર આવ્યા બાદ દેશની સાર્વજનિક બેંકોની હાલત ખુબ કંગાળ જોવા મળી રહી છે. છેલ્લા ચાર વર્ષમાં દેશની ૨૧ બેંકો દ્વારા જેટલી લોન વસૂલ કરવામાં આવું છે, તેના કરતા સાત ગણાથી વધુ બેકોનું NPA વધી ગયું છે.

હાલમાં જ RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) દ્બારા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં આ ખુલાસો થયો છે.

RBIના આંકડાઓમાં જણાવ્યા અનુસાર, એપ્રિલ, ૨૦૧૪થી એપ્રિલ, ૨૦૧૮ સુધીના ચાર વર્ષોમાં દેશની ૨૧ સાર્વજનિક બેંકો દ્વારા ૩,૧૬,૫૦૦ કરોડ રૂપિયાની લોન “રાઈટ ઓફ” કરી દેવામાં આવ્યું છે.

loans00241116 મોદી રાજમાં દેશની બેંકો થઇ કંગાળ, છેલ્લા ૪ વર્ષમાં ૩ લાખ કરોડ રૂ.થી વધુની લોન કરાઈ રાઈટ ઓફ
national-psu-bank-four-years-write-off-over-seven-times-recovery-3 lakhs cr rupees

જો કે આ આંકડાઓની સરખામણીમાં બેંકો દ્વારા માત્ર ૪૪,૯૦૦ કરોડ રૂપિયાની લોનની જ વસૂલી કરવામાં આવી છે.

અંગ્રેજી અખબારના ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા મુજબ, “આ સમયગાળા દરમિયાન બેંકો દ્વારા જેટલી લોન “રાઈટ ઓફ” કરવામાં આવી છે, તે ચાલુ વર્ષમાં સ્વાસમ શિક્ષણ તેમજ સામાજિક સુરક્ષા પર ફાળવવાના આવેલા કુલ બજેટ ૧.૩૮ લાખ કરોડ રૂપિયા કરતા પણ વધુ છે.

જો કે આ અંગે કોંગ્રેસપ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વિટ કરીને વર્તમાન મોદી સરકાર પર હુમલો બોલતા તેને “મોદી કૃપા” અને “પબ્લિક લૂટ” બતાવ્યું છે.

કોંગ્રેસના ૧૦ વર્ષ કરતા પણ વધુ લોનને મોદી રાજમાં કરાઈ “રાઈટ ઓફ”

rupee4 kjZH મોદી રાજમાં દેશની બેંકો થઇ કંગાળ, છેલ્લા ૪ વર્ષમાં ૩ લાખ કરોડ રૂ.થી વધુની લોન કરાઈ રાઈટ ઓફ
national-psu-bank-four-years-write-off-over-seven-times-recovery-3 lakhs cr rupees

વર્ષ ૨૦૧૪ બાદ અત્યારસુધીના ચાર વર્ષો દરમિયાન ૨૧ બેંકો દ્વારા જેટલી લોન રાઈટ ઓફ કરવામાં આવી છે, તે કોંગ્રેસના ૧૦ વર્ષમાં કરવામાં આવેલી લોનના ૧૬૬ ટકા કરતા પણ વધુ છે.

જો કે, સંસદની નાણાકીય બાબતોની સ્થાયી સમિતિ સામે રજૂ કરાયેલા RBIના આંકડા મુજબ, દેશની સાર્વજનિક બેંકો દ્વારા માર્ચ, ૨૦૧૮ સુધી ચાર વર્ષોમાં લોનની કરાયેલી વસુલીનો દર ૧૪.૨ ટકા છે, જે પ્રાઈવેટ બેંકોના ૫ ટકાના મુકાબલામાં ત્રણ ગણું છે.

શું છે લોન “રાઈટ ઓફ” ?

દેશની બે બેંકો દ્વારા લોનને “રાઈટ ઓફ” કરવાનો મતલબ છે કે, તે લોનની વિના કોઈ વસુલી કર્યા વગર જ બેંક આ ખાતાઓને બહાર કરી દે છે એટલે કે, રાઈટ ઓફ કરવામાં આવે છે.