Not Set/ પૃથ્વીરાજ ચૌહાણમાં અક્ષય કુમાર કરશે નવી એક્ટ્રેસ સાથે કામ…

મુંબઈ અક્ષયકુમારે હાલ બોલિવૂડની જાણીતી હિરોઈનો સાથે કામ કરવાનું લગભગ બંધ કરી દીધું છે. કેટરીના કૈફ, દીપિકા પાદુકોણ અથવા અનુષ્કા શર્મા સાથેની તેમની ફિલ્મો આવી તેનો ઘણો લાંબો સમય થઇ ગયો છે. તેઓ હુમા કુરૈશી, રાધિકા આપ્ટે અને મોની રોય જેવી એક્ટ્રેસઓ સાથે ફિલ્મો કરી રહ્યા છે. અક્ષય કુમાર હવે યશરાજ ફિલ્મ્સની પૃથ્વીરાજ ચૌહાણ પર […]

Uncategorized
kil પૃથ્વીરાજ ચૌહાણમાં અક્ષય કુમાર કરશે નવી એક્ટ્રેસ સાથે કામ...

મુંબઈ

અક્ષયકુમારે હાલ બોલિવૂડની જાણીતી હિરોઈનો સાથે કામ કરવાનું લગભગ બંધ કરી દીધું છે. કેટરીના કૈફ, દીપિકા પાદુકોણ અથવા અનુષ્કા શર્મા સાથેની તેમની ફિલ્મો આવી તેનો ઘણો લાંબો સમય થઇ ગયો છે. તેઓ હુમા કુરૈશી, રાધિકા આપ્ટે અને મોની રોય જેવી એક્ટ્રેસઓ સાથે ફિલ્મો કરી રહ્યા છે.

અક્ષય કુમાર હવે યશરાજ ફિલ્મ્સની પૃથ્વીરાજ ચૌહાણ પર બની રહેલ ફિલ્માં અભિનય કરશે. આ ફિલ્મમાં હિરોઈનની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને મેકર્સ ઈચ્છે છે કે કોઈ દમદાર હિરોઈનને અક્ષય કુમારની અપોજિટ તક આપવામાં આવે.

ફિલ્મ સાથે જોડાયેલા સુત્રોએ જણાવ્યું છે કે નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદી આ ફિલ્મમાં કોઈ નવી એક્ટ્રેસને લેવા માંગે છે. તો ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપરા કોઈ નામી એક્ટ્રેસના પક્ષમાં છે. આ વિશે બંને વચ્ચે વાત પણ કરવામાં આવી છે અને આદિત્યને ચંદ્રપ્રકાશે નવી એક્ટ્રેસ માટે માનવી લીધા છે.

થોડા દિવસમાં સ્ક્રીન અને લૂક ટેસ્ટ કરવામાં આવશે અને નવી હિરોઈનને ફાઈનલ કરવામાં આવશે. આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે અને અક્ષય કુમારે આ રીતની ફિલ્મમાં ખુબ ઓછું કામ કર્યું છે.

અક્ષય કુમાર સામાન્ય રીતિ કોઈ પન્ન ફિલ્મને 50 થી 60 દિવસનો સમય આપે છે પરંતુ આ ફિલ્મમાં તેઓ વધુમાં વધુ સમય આપવા માંગે છે.