Not Set/ રેસ-૩ મુવી રીવ્યુ: સલમાન ખાનના ફેન્સ માટે છે બ્લોકબસ્ટર

સલમાન ખાન સુપરસ્ટાર છે, બોક્સ ઓફીસના સુલતાન છે. સિનેમાના પરદા પર જાદુ કરવાનું સલમાન સારી રીતે જાણે છે. ફિલ્મ ચલાવવા માટે સલમાન ખાનનું નામ જ કાફી છે. રેસ(Race) સિરીઝની ફિલ્મો સુપરહિટ રહી છે. ફિલ્મ રેસ-3 ને લઈને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં એક ડાયલોગ છે કે આ રેસ જીંદગીની રેસ છે, કોઈની […]

India Trending Entertainment
details international action schedule race 3 0001 રેસ-૩ મુવી રીવ્યુ: સલમાન ખાનના ફેન્સ માટે છે બ્લોકબસ્ટર

સલમાન ખાન સુપરસ્ટાર છે, બોક્સ ઓફીસના સુલતાન છે. સિનેમાના પરદા પર જાદુ કરવાનું સલમાન સારી રીતે જાણે છે. ફિલ્મ ચલાવવા માટે સલમાન ખાનનું નામ જ કાફી છે. રેસ(Race) સિરીઝની ફિલ્મો સુપરહિટ રહી છે. ફિલ્મ રેસ-3 ને લઈને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં એક ડાયલોગ છે કે આ રેસ જીંદગીની રેસ છે, કોઈની જાન લઈને જ ખતમ થશે. પછી દર્શકોની જ જાન કેમ ના હોય. આટલા બધા સ્ટાર્સ એક ફિલ્મમાં હોય એટલે તમે કઈક સારું હોવાની આશા રાખી હશે, પરંતુ અફસોસ કે ફિલ્મ જોયા બાદ નિરાશા હાથ લાગે છે. રેસ ફિલ્મની પાછલી બે હિટ ફિલ્મો બાદ, આ ફિલ્મમાં સ્ટારકાસ્ટ પૂરી બદલાઈ ચુકી છે. જણાવી દઈએ કે રેસ-૩ ને પાછલી બે ફિલ્મો સાથે કોઈ લેવા દેવા નથી. રેસ-૩ રેમો ડિસોઝાએ નિર્દેશિત કરી છે.

693686 race 3 cast party chale on રેસ-૩ મુવી રીવ્યુ: સલમાન ખાનના ફેન્સ માટે છે બ્લોકબસ્ટર

ફિલ્મની વાર્તા એક પરિવારની છે. જેમાં અનીલ કપૂર પરિવારના મોભી છે. અને આ પરિવારમાં સલમાન ખાન, બોબી દેઓલ, ડેઝી શાહ અને જેકલીન ફર્નાન્ડીઝ છે. પરિવારમાં કઈ પણ સરખું નથી. પરિવારમાં કોઈને પણ કોઈ પર ભરોસો નથી. વાર્તામાં ચોંકાવનારી વાતો મુકવાની કોશિશ કરવામાં આવી છે  પરંતુ રેમો ડીસોઝાની ફિલ્મ એક્શન, ગ્લેમર અને ભવ્યતાની જાળમાં ફસાયેલી નજરે ચડે છે. ફિલ્મના ડાયલોગ બાલીશ છે. રેમોએ ફિલ્મમાં સલમાનની સાથે બોબી દેઓલને પણ ટી-શર્ટ ઉતરાવ્યું છે. બેશક, ફિલ્મમાં તાલી બજાવવા લાયક ઘણા સિક્વન્સ છે, પરંતુ સોલીડ સિનેમા જોવાવાળા દર્શકોને પૂરી ફિલ્મ મજાક ઉડાવતી હોય એવું લાગી શકે છે.

Race 3 trailer release date રેસ-૩ મુવી રીવ્યુ: સલમાન ખાનના ફેન્સ માટે છે બ્લોકબસ્ટર

ફિલ્મમાં એક્શન સિક્વન્સ ઘણા સારા છે પરંતુ ફિલ્મની વાર્તા એકદમ બકવાસ છે. ફિલ્મના સેકંડ હાફમાં થોડા ટ્વીસ્ટ જરૂર છે પણ ખાસ રોમાંચિત કરે એવા નથી.

કલાકારોની વાત કરીએ તો અનીલ કપૂર હમેશની જેમ જ લાજવાબ છે. જયારે જેકલીન અને ડેઝીએ ઠીક-ઠાક સ્ટંટ સીન કર્યા છે. સાકીબ સલીમે સારી એક્ટિંગ દર્શાવી છે. બોબી દેઓલે શર્ટ ઉતારીને એક્શન સીન સારા કર્યા છે પરંતુ એમનો ભાવહીન ચહેરો એક્ટિંગમાં સાથ આપતો નથી.

1528987200 race 3 salman khan bobby deol રેસ-૩ મુવી રીવ્યુ: સલમાન ખાનના ફેન્સ માટે છે બ્લોકબસ્ટર

જોકે, ફિલ્મની સિનેમેટોગ્રાફી ખુબ સરસ છે. બેંગકોક અને અબુ ધાબીના ખુબસુરત લોકેશન્સ પર શૂટ કરવામાં  આવેલી ફિલ્મ આપણે જરૂર પસંદ આવશે. ૩ડીમાં શૂટ થયેલા ફાઈટ સીન પણ સારા છે. ફિલ્મના સંગીતની વાત કરીએ તો એક બે ગીતોને છોડીને સંગીત સમજમાં આવતું નથી. ખાસ કરીને સેલ્ફીશ ગીત સમજની બહાર છે. આ ફિલ્મ ખાસ કરીને સલમાન ખાનના ફેન્સ માટે છે.