Not Set/ રાજસ્થાનમાં કોંગ્રેસે મારી મોટી સિક્સર, વસુંધરા રાજે સામે મેદાનમાં ઉતાર્યા જશવંત સિંહના પુત્ર

નવી દિલ્હી, રાજસ્થાનમાં યોજનારી વિધાનસભા ચૂંટણીને લઈ કરવામાં આવેલી ટિકિટોની ફાળવણીને લઈ રાજકીય પાર્ટીઓમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે રાજ્યની વિપક્ષી પાર્ટી કોંગ્રેસે મોટો દાવ રમ્યો છે. કોંગ્રેસ દ્વારા રાજસ્થાનમાં વર્તમાન મુખ્યમંત્રી વસુંધરા રાજે સામે માનવેન્દ્ર સિંહને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. Congress's Manvendra Singh to contest against Rajasthan CM Vasundhara Raje […]

Top Stories India Trending
manvendraraje1711118 રાજસ્થાનમાં કોંગ્રેસે મારી મોટી સિક્સર, વસુંધરા રાજે સામે મેદાનમાં ઉતાર્યા જશવંત સિંહના પુત્ર

નવી દિલ્હી,

રાજસ્થાનમાં યોજનારી વિધાનસભા ચૂંટણીને લઈ કરવામાં આવેલી ટિકિટોની ફાળવણીને લઈ રાજકીય પાર્ટીઓમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે રાજ્યની વિપક્ષી પાર્ટી કોંગ્રેસે મોટો દાવ રમ્યો છે.

કોંગ્રેસ દ્વારા રાજસ્થાનમાં વર્તમાન મુખ્યમંત્રી વસુંધરા રાજે સામે માનવેન્દ્ર સિંહને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

કોંગ્રેસ દ્વારા માનવેન્દ્ર સિંહને વસુંધરા રાજેના ગઢ મનાતા ઝાલરાપાટન સીટ પરથી ઉતાર્યા છે.

માનવેન્દ્ર સિંહની વાત કરવામાં આવે તો, તેઓ ભાજપના પૂર્વ નેતા અને અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહી ચુકેલા જસવંત સિંહના પુત્ર છે.

માનવેન્દ્ર સિંહે ગયા મહિને જ કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી હતી, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, વર્તમાન મુખ્યમંત્રી અને તેઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.

વસુંધરા રાજે સામે ચૂંટણી લડવા જઈ રહેલા માનવેન્દ્ર સિંહે કહ્યું, “આ એક ખુબ મોટો પડકાર છે. હું એ તો રાહુલ ગાંધીને લોકસભા ચૂંટણી લડવા માટે પણ વાત કહી હતી, પરંતુ પાર્ટીએ હવે મારા પર વિશ્વાસ જતાવ્યો છે.

મહત્વનું છે કે, ૨૨ સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી વસુંધરા રાજેથી નારાજ થયેલા માનવેન્દ્ર સિંહે ભાજપ છોડ્યું હતું અને કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં તેઓને પાર્ટીની મેમ્બરશિપ અપાવી હતી.