Not Set/ રાજસ્થાન : સીએમની રેસમાં અશોક ગેહલોતે મારી બાજી, સર્વેમાં સચિન પાયલોટથી આગળ

રાજસ્થાનની જનતાએ કોંગ્રેસને સરકાર બનાવવા માટે પર્યાપ્ત જનાદેશ તો જરૂર આપ્યો છે, પરંતુ આખા દિવસની માથાકૂટ પછી પણ કોણ મુખ્યમંત્રી બનશે, પાર્ટી એનો ફેંસલો કરી શકી નથી. કોંગ્રેસને મત આપવાવાળા 4522 લોકો વચ્ચે એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં એમને સવાલ કરવામાં આવ્યો કે, તેઓ મુખ્યમંત્રી રૂપે કોને જોવા માંગે છે? આ સવાલના જવાબમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક […]

Top Stories India
rajasthan .1544534834 રાજસ્થાન : સીએમની રેસમાં અશોક ગેહલોતે મારી બાજી, સર્વેમાં સચિન પાયલોટથી આગળ

રાજસ્થાનની જનતાએ કોંગ્રેસને સરકાર બનાવવા માટે પર્યાપ્ત જનાદેશ તો જરૂર આપ્યો છે, પરંતુ આખા દિવસની માથાકૂટ પછી પણ કોણ મુખ્યમંત્રી બનશે, પાર્ટી એનો ફેંસલો કરી શકી નથી.

કોંગ્રેસને મત આપવાવાળા 4522 લોકો વચ્ચે એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં એમને સવાલ કરવામાં આવ્યો કે, તેઓ મુખ્યમંત્રી રૂપે કોને જોવા માંગે છે? આ સવાલના જવાબમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત મતદારોની પહેલી પસંદ રહ્યા છે.

57 ટકા કોંગ્રેસી મતદારોએ ગેહલોતને મુખ્યમંત્રી રૂપે જોવાની ઈચ્છા જાહેર કરી હતી. જયારે સચિન પાયલોટને 39 ટકા લોકો સીએમ રૂપે જોવા માંગે છે.

બુધવારે સવારે 11 વાગ્યાથી જયપુરમાં કોંગ્રેસ કાર્યાલય પર બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે  સીએમના નામનો ફેંસલો અધ્યક્ષ રાહુલ ગાંધી કરશે. આ વચ્ચે કોંગ્રેસ કાર્યાલય પર ગરમાગરમી વધી ગઈ હતી. અશોક ગેહલોત અને સચિન પાયલોટના સમર્થકો પોત-પોતાના નેતાને સીએમ બનાવવાની માંગ કરી રહ્યા હતા.